પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટે તેવી શકયતા, મળી રહયા છે સંકેત
ઓએમસીને સતત નુકસાન થઇ રહયું હતું તેમાં ઘટાડો થયો છે.
પેટ્રોલ ડિઝલમાં કિંમત ઘટે તો મોંઘવારી ઘટાડવામાં પણ મદદ મળશે.
નવી દિલ્હી,૧૧ ડિસેમ્બર,૨૦૨૩,મંગળવાર
પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘણા સમયથી સ્થિર છે, સ્થિરનો મતલબ ઉંચા ભાવમાં ઘટાડો થયો નથી. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૪ લોકસભા ચુંટણી પહેલા ફયૂઅલના ભાવોમાં ઘટાડો થઇ શકે છે. ક્રુડ ઓઇલના ભાવોમાં જે સુસ્તી જોવા મળે છે તેનો ફાયદો વપરાશકર્તાઓને મળી શકે છે. ફયૂઅલ વેચતી કંપની ઓએમસીને વર્તમાન સેટ થયેલા ભાવોથી સારા પ્રમાણમાં આવક થાય છે.
આ અંગે આર્થિક મંત્રાલયમાં ફયૂઅલના ભાવો સમિક્ષા થાય તેવી શકયતા છે. ઓએમસીને સતત નુકસાન થઇ રહયું હતું તે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. ગત ત્રિમાસિક હિસાબમાં ઓએમસી- આઇઓસી-એચપીસીએલ અને બીપીસીએલનો નફો ૨૮૦૦૦ કરોડ રુપિયા હતો. ઓએમસીને ફાયદો થઇ રહયો છે જયારે અંડર રિકવરી પણ શુન્ય છે. આની પરીસ્થિતિમાં વપરાશકર્તાઓને તેનો લાભ મળે તે જરુરી છે. પેટ્રોલ ડિઝલમાં કિંમત ઓછી કરવાથી મોંઘવારી ઘટાડવામાં મદદ મળશે.
સરકારનું માને છે કે કાચા તેલની કિંમત ૭૫ થી ૮૦ ડોલર પ્રતિ બેરલ આસપાસ રહેશે. એક સમયે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં રોજ અપડેટ થતા હતા. વર્તમાન સમયમાં ફયૂઅલનો ભાવ છેલ્લા એક વર્ષથી બદલાયો નથી. છેલ્લે ઉત્પાદન વેરામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં ક્રમશ ૮ થી ૬ રુપિયાના ઘટાડાનું અપડેટ થયું હતું. હવે પણ ભાવ અપડેટ થશે જે ગ્રાહકોના લાભમાં હશે એવું લોકો પણ ઇચ્છી રહયા છે.