પત્ની પર પરિવારજનોના ત્રાસથી યુવકે ધર્મ પરિવર્તન કરી હિન્દુ ધર્મ અપનાવ્યો, હવે મળી રહી છે ધમકીઓ
નવી દિલ્હી,તા.26 ઓગસ્ટ 2022,શુક્રવાર
પત્નીના કારણે પોતાનો ધર્મ બદલીને મુસ્લિમમાંથી હિન્દુ બની જનાર વ્યક્તિને હવે જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે.
આ પરિવાર એટલો ડરી ગયો છે કે, તે એક સપ્તાહથી ફ્લેટમાંથી બહાર પણ નિકળ્યો નથી. મળતી વિગતો પ્રમાણે આ બનાવ લખનૌનો છે. 14 વર્ષ પહેલા બિહારના રહેનારા સલીમ હૈદર લખનૌ આવ્યા હતા અને ત્યાં તેમને પૂનમ સિંહ યુવતી નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. 2008માં બંનેએ લગ્ન કર્યા હતા પણ સલીમના પરિવારજનો લગ્નના વિરોધમાં હતા.
પરિવારજનોને ખુશ કરવા માટે પૂનમ સિંહે ધર્મ પરિવર્તન કરીને સામિયા નામ ધારણ કર્યુ હતુ. જોકે સલીમના પિતા વસીમ અકરમ હજી પણ ખુશ નહોતા અને ઈસ્લામ કબૂલ કર્યો છે તેવુ સાબિત કરાવવા માટે પૂનમ ઉર્ફે સામિયા પર મીટ ખાવા દબાણ કરતા હતા.
પરિવારજનોના ત્રાસ બાદ સલીમ અને તેમની પત્નીએ 2017માં ઘર છોડી દીધુ હતુ.એ પછી પૂનમ મૂળ નામથી રહેવા માંડી હતી અને્ પતિ સલીમે હિન્દુ ધર્મ અપનાવીને રાજવીર સિંહ નામ રાખ્યુ હતુ. જોકે તેનાથી સલીમના ભાઈ અને પિતા વધારે નારાજ થયા હતા.
પૂનમ સિંહનો આક્ષેપ છે કે, સલીમના પરિવારજનો હવે આખા પરિવારને મારી નાંખવાની અને અમારી પુત્રી પર રેપ કરવાની ધમકી આપી રહ્યા છે. બીજી તરફ સલીમ ઉર્ફે રાજવીરસિંહનુ કહેવુ છે કે, મારી પત્નીને બહુ હેરાન કરવામાં આવી હતી અને હું પોતે જ લવ જેહાદથી પીડિત છું.
રાજવીરનો આરોપ છે કે, પોલીસ પણ અમારી વાત સાંભળી રહી નથી અને્ અમને ધમકીઓ મળી રહી હોવાથી ઘરમાંથી બહાર નિકળવાનુ પણ મુશ્કેલ બની ગયુ છે. મારા પરિવારજનો બાહુબલી મુખ્તાર અન્સારીનુ નામથી ધમકી આપી રહ્યા હોવાથી પોલીસ કાર્યવાહી કરી રહી નથી.
રાજવીરસિંહે હવે યુપી સીએમ યોગી આદિત્યનાથને મદદ કરવા માટે અપીલ કરી છે.