REEL ના ચક્કરમાં ભાન ભૂલ્યો યુવાન, ટ્રેનની સીટ ફાડી નાખી, VIDEO જોઈ લોકોએ ગદ્દાર ગણાવ્યો
Image: X
Train Video Viral: સોશિયલ મીડિયા પર ફેમ કમાવવા અને વાયરલ થવાના ચક્કરમાં ઘણા યુઝર કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહે છે. તાજેતરનો મામલો ભારતીય ટ્રેન સાથે જોડાયેલો છે. જ્યાં એક વ્યક્તિ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતો નજર આવી રહ્યો છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તે વ્યક્તિ કોણ છે. સાથે જ રેલવેની તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
એક્સ પર પોસ્ટ એક વીડિયોમાં નજર આવી રહ્યું છે કે એક યુવક ટ્રેનની સીટને ફાડી રહ્યો છે. ઘટના ટ્રેનના જનરલ કોચની લાગી રહી છે. હજુ એ સ્પષ્ટ નથી કે ઘટના કઈ ટ્રેનની છે અને સ્થળને લઈને પણ જાણકારી સ્પષ્ટ થઈ શકી નથી. સોશિયલ મીડિયા યુઝર આ યુવક વિરુદ્ધ આકરી કાર્યવાહીની માગ કરી રહ્યાં છે. સાથે જ યુઝર્સ યુવકને ગદ્દાર કહી રહ્યાં છે.
આ પણ વાંચો: ચાઇનીઝ દોરીએ વધુ એક પરિવારનો છીનવ્યો આધાર, વારાણસીમાં બાઈક સવાર યુવાનનું મોત
પહેલા પણ ટ્રેનમાં તોડફોડ થઈ
રેલવે મુસાફર દ્વારા ટ્રેનને નુકસાન પહોંચાડવાનો આ પહેલો મામલો નથી. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ટ્રેનનો ગેટ ન ખોલવાના મામલે રોષે ભરાયેલા એક યુવકે અંત્યોદય એક્સપ્રેસના દરવાજા પર પથ્થર મારીને કાચ તોડી દીધો હતો. ઘટના ઉત્તર પ્રદેશના બસ્તી રેલવે સ્ટેશનની જણાવાઈ રહી હતી. સાથે જ અમુક લોકો બારીની ગ્રિલ તોડીને બોગીમાં પ્રવેશનો પ્રયત્ન કરી રહ્યાં હતા.