આ તો હદ થઇ! 1 રૂપિયાનો ઈનકમ ટેક્સનો વિવાદ ઉકેલવા યુવકે 50 હજાર રૂપિયા ચૂકવવા પડ્યાં

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Tax


Income Tax Dispute : ઈનકમ ટેક્સ સંબંધિત કામગીરી માટે લોકો સીએ અથવા ફાયનાન્સ પ્રોફેશનલની મદદ લેતા હોય છે. બીજી તરફ, ઘણાં કિસ્સામાં ઈનકમ ટેક્સ દ્વારા આપવામાં આવતી નોટિસને ઉકેલવા માટે મુશ્કેલી ઉભી થતી હોય છે. જેમાં કેટલાંક કિસ્સામાં ટેક્સની રકમ કરતાં નોટિસને ઉકેલવામાં વધુ ખર્ચ કરવાની સ્થિતિ ઉભી થાય છે. ત્યારે દિલ્હીના એક યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ચોંકવનારો કિસ્સો જણાવ્યો હતો. જેમાં યુવકે 1 રૂપિયાની ઈનકમ ટેક્સની નોટિસને ઉકેલવા માટે 50 હજાર રૂપિયા ચૂકવવા પડ્યાં હતા.

હું મજાક નથી કરી રહ્યો, આ બધું માત્ર 1 રૂપિયા માટે થયું

આ બાબતે યુવકે નિરાશ થઈને સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, 'હું મજાક નથી કરી રહ્યો, આ બધું માત્ર 1 રૂપિયા માટે થયું હતું.' આ ઘટના પછી લોકોએ અનેક નકારાત્મક પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં કેટલાંક યુઝર્સે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ખામી બતાવી અવિશ્વાસનું વલણ દાખવ્યું હતું, તેવામાં કેટલાંક યુઝર્સ દ્વારા સીએમના પગારધોરણ પર અનેક સવાલો ઉઠાવ્યાં હતા.

'ઈનકમ ટેક્સ અમીર કિસાનોને નોટિસ મોકલે એ દિવસની હું રાહ જોઈ રહ્યો છું', યુઝર્સ

અન્ય એક યુઝરે કહ્યું કે, 'આ વિભાગની હાલત તો એવી છે કે તેમાં કાંઈ મજાક જેવું નથી લાગતું.' અન્ય એક યુઝરે કિસાનોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, 'ઈનકમ ટેક્સ અમીર કિસાનોને નોટિસ મોકલે એ દિવસની હું રાહ જોઈ રહ્યો છું.' બીજા એક યુઝરે કહ્યું કે, '50 હજારની ફી બહુ વધારે કહેવાય, આજકાલ સીએ પણ વધારે ફી વસુલી રહ્યાં છે.'

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કડક શબ્દોમાં સલાહ આપી

આ દરમિયાન ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને કડક શબ્દોમાં સલાહ આપી હતી. નોટિસ મળેલા યુવકે ટેક્સમાં છૂટ અને કપાત સામે ખોટો દાવો કરીને આઈટી રિટર્ન ભર્યું હોવાથી ડિપાર્ટમેન્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. સમગ્ર મામલે અધિકારીએ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, આવા કિસ્સામાં નોંધપાત્ર દંડ અને જેલ પણ થઈ શકે છે.


Google NewsGoogle News