Get The App

પેપર લીક મુદે સરકાર લાવશે નવો કાયદો ઉમરકેદથી લઈને 1 કરોડના દંડની જોગવાઈ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Uttar Pradesh Goverment has brought a  ordinance on the paper leak

Uttar Pradesh Goverment ordinance On Paper Leak: મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની નીટ(NEET) પરીક્ષાના પેપર લીકને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલની પરીક્ષા હોઈ કે રિવ્યુ ઓફિસર/આસિસ્ટન્ટ રિવ્યુ ઓફિસરની પરીક્ષા પેપર લીકના આરોપોને કારણે રદ કરવામાં આવી . ત્યારે પેપર લીકને ઘટનાઓને જોતા યોગી સરકાર હવે ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન અધ્યાદેશ 2024 લાવી છે. જે અંતર્ગત જો પેપર લીકમાં કોઈ દોષી સાબિત થશે તો તેને આજીવન કેદ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાયી છે. આ પ્રસ્તાવને યોગી કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

જો પેપર લીક અથવા અન્ય કારણોસર પરીક્ષાને અસર થશે તો તેના પર થયેલા ખર્ચની ભરપાઈ સોલ્વર ગેંગ પાસેથી વસૂલાત કરવામાં આવશે. સાથે પરીક્ષામાં ગેરરીતિ કરનારી કંપની અને સેવા આપનાર સંસ્થાઓને હંમેશા માટે બ્લેકલિસ્ટ કરી દેવાશે. ગુનેગારની સંપત્તિ પણ જપ્ત કરી શકાય છે. અને જોગવાઈ અનુસાર જામીન પણ સરળતાથી નહીં મળે.

લોકસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે પેપર લીક અને નકલ માફિયાઓ પર કડક કાયદો લાવવાની વાત કરી હતી. તે દિશામાં હવે સરકારે આ મામલે મોટું પગલું ભર્યું છે. સરકારે કહ્યું કે, નકલી પ્રશ્નપત્રોનું વિતરણ, નકલી રોજગાર વેબસાઇટ્સ બનાવવી વગેરેને સજાપાત્ર અપરાધ માનવામાં આવશે. તેના ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછી બે વર્ષથી આજીવન કેદની સજા અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

વાંરવાર પેપર લીક થવાથી પ્રશ્નો ઉભા થયા હતા

ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં અનેક ભરતી પરીક્ષાઓમાં છબરડાંઓ સામે આવ્યા છે. ખાસ કરીને આરઓ/એઆરઓ ભરતી પરીક્ષા હોઈ કે યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પેપર લીક થયા બાદ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. જેમાં પરીક્ષાની વ્યવસ્થા કરતી સંસ્થાઓ પણ પીપર લીક કાંડમાં સંડોવાયેલી હતી. આ સ્થિતિમાં સીએમ યોગીએ પેપર લીકને રોકવા નવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. આ દિશામાં પગલું ભરતા યોગી સરકાર પેપર લીકને રોકવા અધ્યાદેશ લાવી છે.



Google NewsGoogle News