રામનગરીમાં તૂટશે સાઉદી અરબનો વર્લ્ડ રેકોર્ડ, યોગી સરકારે કરી લીધી મોટી તૈયારી
Image Source: Twitter
લખનૌ, તા. 10 જાન્યુઆરી 2024 બુધવાર
ઉત્તર પ્રદેશ નવી અને નવીનીકરણીય ઉર્જા વિકાસ એજન્સી (યૂપીનેડા) ટૂંક સમયમાં જ વિશ્વની સૌથી મોટી સોલાર પાવર્ડ સ્ટ્રીટ લાઈટ્સ લાઈન પરિયોજનાને પૂરી કરીને વૈશ્વિક કીર્તિમાન સ્થાપિત કરવાની દિશામાં ઝડપથી પ્રયત્ન કરી રહ્યુ છે. આ પરિયોજના હેઠળ 10.15 કિ.મીના અંતરમાં 470 સોલાર પાવર્ડ સ્ટ્રીટ લાઈટ્સ લગાવીને યૂપીનેડા અયોધ્યાની ગૌરવગાથામાં એક નવો અધ્યાય જોડવા જઈ રહ્યુ છે. તેનું અત્યાર સુધી લગભગ 70 ટકા કાર્ય પૂરુ કરી લેવાયુ છે અને 22 જાન્યુઆરી પહેલા જ નક્કી લક્ષ્યને પ્રાપ્ત કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.
યૂપીનેડાના અધિકારીએ જણાવ્યુ કે 22 જાન્યુઆરી પહેલા જ અયોધ્યામાં લક્ષ્મણ ઘાટથી લઈને ગુપ્તાર ઘાટ થતા નિર્મલી કુંડ સુધી 10.2 કિમીના સ્ટ્રેચમાં 470 સોલાર સ્ટ્રીટ લાઈટ લગાવીને વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે. 70 ટકા કાર્ય પૂર્ણ કરી દેવાયુ છે અને બાકી 30 ટકા કાર્ય પણ ટૂંક સમયમાં જ પૂરુ કરી લેવામાં આવશે. પરિયોજના અંતર્ગત લક્ષ્મણ ઘાટથી ગુપ્તાર ઘાટ સુધી 310 સોલાર લાઈટ્સને ઈમ્પેનલ્ડ કરીને રોલઆઉટ કરી દેવાયુ છે જ્યારે ગુપ્તારઘાટથી લઈને નિર્મલી કુંડ સુધી 1.85 કિમીના સ્ટ્રેચમાં 160 સોલાર પાવર્ડ સ્ટ્રીટ લાઈટને લગાવવાનું કાર્ય ચાલુ છે.
રામનગરીમાં સાઉદી અરબનો રેકોર્ડ તૂટશે
યોગી સરકાર દ્વારા સૌર ઉર્જાથી ચાલતા પ્રોજેક્ટ દ્વારા જે વર્લ્ડ રેકોર્ડને તોડવાની પ્રક્રિયા હેઠળ કાર્ય ચાલુ છે તે હાલ સાઉદી અરબના મલહમના નામે છે. અહીં વર્ષ 2021માં લોન્ગેસ્ટ લાઈન ઓફ ધ સોલાર પાવર્ડ સ્ટ્રીટ લાઈટ્સ તરીકે ગિનીઝ બુકમાં રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. મલહમમાં 9.7 કિ.મી સ્ટ્રેચમાં 468 સોલાર પાવર્ડ લાઈટ લગાવીને વૈશ્વિક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો હતો જ્યારે હવે અયોધ્યામાં 10.2 કિ.મી સ્ટ્રેચમાં 470 સોલાર પાવર્ડ લાઈટ લગાવીને આ રેકોર્ડને તોડવામાં આવશે.
22 જાન્યુઆરીએ જ્યારે પ્રભુ રામલલાના શ્રીવિગ્રહ ભવ્ય રામજન્મભૂમિ મંદિરમાં સુશોભિત થશે. દરમિયાન એકવાર ફરી સૂર્યવંશની ગૌરવગાથાને નવી પેટર્ન આપતા સોલાર પાવર્ડ સ્ટ્રીટ લાઈટની સૌથી લાંબી શ્રેણીને અયોધ્યામાં સંચાલિત કરીને આ સિદ્ધિને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવશે. આ વિષયમાં સ્થાનિક તંત્ર અને યૂપીનેડાના અધિકારીઓ અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ વચ્ચે પણ વાતચીત ચાલુ છે.