યુવાનો માટે ટેન્શન! પેન્શનની ઉંમરમાં જિમમાં એક્સરસાઈઝ કરી રહેલા દાદાજીનો Video વાયરલ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
યુવાનો માટે ટેન્શન! પેન્શનની ઉંમરમાં જિમમાં એક્સરસાઈઝ કરી રહેલા દાદાજીનો Video વાયરલ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર 2023 શનિવાર

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક લોકોના ડાન્સના વીડિયો વાયરલ થઈ જાય છે તો ક્યારેક ઝઘડાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ ક્યારેક અમુક એવા વીડિયો વાયરલ થાય છે જેને જોયા બાદ લોકો મોટિવેટ થઈ શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે તમને મોટિવેટ કરી શકે છે.

વીડિયોમાં શું દેખાયુ?

ટ્વીટર પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ કોઈ જિમમાં બેસીને એક્સરસાઈઝ કરતા નજર આવી રહ્યા છે. તમે જોઈ શકો છો દાદાજી લૂંગી પહેરીને જિમમાં એક્સરસાઈઝ કરી રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ-અલગ પ્રકારની કમેન્ટ પણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયો

ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલો વીડિયો નથી કે જેમાં દાદાજી જિમમાં કસરત કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આમના ઘણા વીડિયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યા છે. આમના જેટલા પણ વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે, તમામ વાયરલ થાય છે. અન્ય વીડિયોની જેમ આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.


Google NewsGoogle News