'જનતાએ બધાને પાઠ ભણાવ્યો...' ભાજપના જ દિગ્ગજ નેતાએ જણાવ્યા મોદી સરકાર સામેના પડકારો

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
'જનતાએ બધાને પાઠ ભણાવ્યો...' ભાજપના જ દિગ્ગજ નેતાએ જણાવ્યા મોદી સરકાર સામેના પડકારો 1 - image


Image: Facebook

Venkaiah Naidu: લોકસભા ચૂંટણી પરિણામને લઈને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મોટી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે દેશની જનતાએ તમામ દળને મોટો સંદેશ આપ્યો છે. આપણે જોયું છે કે ભારતે સાબિત કરી દીધું છે કે ભારત એક મહાન લોકતંત્ર છે. જનતા જે પણ પરિવર્તન કરવા ઈચ્છતી હતી તેણે શાંતિથી કર્યું. મને આશા છે કે જનતાએ જે પણ સંદેશ આપ્યો છે તેને લોકો સમજે.

તેમણે કહ્યું, રાજકીય દળ હારે છે અથવા તો પછી જીતે છે. જેના હાથમાં અધિકાર હોય છે તેને ગાંધીના અંત્યોદય અને આંબેડકરજીના અંત્યોદયનું ધ્યાન રાખવાનું છે જેનાથી પછાત અને વંચિતોનો વિકાસ થઈ શકે. પીએમ મોદી વિશે નાયડુએ કહ્યું, તેઓ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં લોકપ્રિય નેતા છે. હું વધુ રાજકારણ પર બોલવા માગતો નથી પરંતુ એટલું જરૂર કહેવા માગુ છુ કે હવે દુનિયા ભારતને ઓળખવા લાગી છે. આજે ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓ ભારતીય છે.

સરકાર સામે કયા પડકારો છે

નવી સરકારની સામે પડકારોનો ઉલ્લેખ કરતા નાયડુએ કહ્યું, જ્યારે અમે ભ્રષ્ટાચારને ઘટાડવામાં સફળ થઈશું ત્યારે ગરીબી પણ ઘટશે. જોકે આ માર્ગમાં પડકારો છે. આ પડકારોથી છુટકારો મેળવવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. ભ્રષ્ટાચાર દૂર થશે તો ગરીબી દૂર થશે. ગામ અને શહેરની વચ્ચે અંતર ઘટશે. આ સિવાય સામાજિક કુરીતિઓને પણ ખતમ કરવાની છે. પરંતુ આ બધુ કામ માત્ર વડાપ્રધાન કે મુખ્યમંત્રીના વશની વાત નથી. તેમાં દરેકને સાથે મળીને કામ કરવું પડશે. 

નાયડુએ કહ્યું કે અમારે ચાર C ની જરૂર છે. કેરેક્ટર, કેલિબર, કેપેસિટી અને કંડક્ટ. અત્યારના સમયે રાજકીય દળોને કાસ્ટ, કોમ્યુનિટી, કેશ અને ક્રિમિનલિટીના સ્થાને આ ચાર સી પર ધ્યાન આપવાની જરૂર છે. ત્યારે જ દેશનો વિકાસ શક્ય છે.


Google NewsGoogle News