ડેન્ગ્યુના કેસો વધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક્શનમાં, ગુજરાત સહિત 9 રાજ્યો સાથે કરી સમીક્ષા
Union Health Ministry Meeting On Dengue Case : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 9 રાજ્ય સાથે બેઠક યોજીને રાજ્યમાં ડેન્ગ્યુના રોગચાળાનો તાગ મેળવવામાં આવ્યો હતો. જેમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યમાં ડેન્ગ્યુનું સૌથી વધુ પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થતાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં 50 ટકા જેટલો વધારો થયો છે. આ દરમિયાન, બેઠકમાં અમદાવાદ,બેંગલોર, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ સહિત કુલ 18 શહેરો વર્ચૂઅલ રીતે જોડાયા હતા.
કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યમાં ડેન્ગ્યુના સૌથી વધુ પ્રમાણ
રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાના કેસ સામે આવતા હોય છે, ત્યારે ડેન્ગ્યુના કેસના વધારા સામે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ રાજ્યોની ડેન્ગ્યુની સ્થિતિ અને તેની સામે સાવચેતી રાખવા માટે રાજ્ય સરકારે શું ધ્યાન રાખવું તેને લઈને સમીક્ષા કરી હતી. આજે (2 ઓગસ્ટ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ઉચ્ચ સ્તરની બેઠક યોજીને દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે બેઠક કરીને રાજ્યની સ્વસ્થ્ય સંબંધિત વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ સામે આવ્યાં છે.
ડેન્ગ્યુના કેસમાં 50 ટકા જેટલો વધારો
બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ રાજ્યમાં ડેન્ગ્યુના વધતા જતા કેસને લઈને સતર્ક અને સાવધાન રહેવા પર વધુ જોર મુક્યું હતું. તેમણે જમાવ્યું હતું કે, 'વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાના વધુ પડતાં ફેલાવાને એટકાવવા સ્વાસ્થ્ય સંબંધિત યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું. ખાસ કરીને ડેન્ગ્યુના કેસ ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બરના સમયગાળામાં વધુ પડતા જોવા મળે છે. છેલ્લા ચાર વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. ડેન્ગ્યુના સૌથી વધુ કેસ ઓક્ટોબરમાં થતાં હોય છે, પરંતુ આ વર્ષે 31 જુલાઈ સુધીમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં 50 ટકા જેટલો વધારો થયો છે.'
સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ શું કહ્યું?
ચંદ્રાએ કહ્યું કે, 'આ દરમિયાન ડેન્ગ્યુના વધતા જતા કેસને લઈને શહેરી વિકાસ મંત્રાલય, રાજ્ય સરકાર સહિત તંત્રએ યોગ્ય પગલા લેવા જરુરી છે. આ સાથે રાજ્ય સરકાર અને નગરપાલિકાને ડેન્ગ્યુના કેસમાં વધારાને લઈને કોઈ પણ સમયે સતર્ક રહેવા જણાવ્યું છે. જેમાં રાજ્યના હોટ સ્પોટ સ્થળો ચકાસવા માટે સચોટ પગલા લઈને હોસ્પિટલ સંબંધિત સમગ્ર તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન, આ બેઠકમાં અમદાવાદ,બેંગલોર, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ સહિત કુલ 18 શહેરો વર્ચૂઅલ રીતે જોડાયા હતા.