એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચા ચિનાબ રેલવે પુલ પર ટ્રેન દોડાવી

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચા ચિનાબ રેલવે પુલ પર ટ્રેન દોડાવી 1 - image


- વિશ્વના સૌથી મોટા બ્રિજ પર ભારતીય રેલવેનું પરીક્ષણ

- ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ 359 મીટર ઊંચા બ્રિજ પર મેમુ ટ્રેનનું ટ્રાયલ રન સફળ

શ્રીનગર: ભારતીય રેલવેએ ગુરુવારે વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ એવા જમ્મુ કાશ્મીરના ચેનાબ રેલ બ્રિજ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. આ પુલ રામબન જિલ્લાના સાંગલદાન અને રિયાસી વચ્ચે બાંધવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લાઈન પર રેલ સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 

ભારતીય રેલવે દ્વારા ૨૭૨ કિમી લાંબી  ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટના સંગલદાન-રિયાસી સેક્શન વચ્ચે મેમુ ટ્રેનનું સફળ ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં, ટ્રેનો કન્યાકુમારીથી કટરા સુધીની રેલવે લાઈન પર ચાલે છે. જ્યારે, ઉધમપુરથી બારામુલા સુધી કાશ્મીર ઘાટીને રેલવે નેટવર્ક સાથે જોડનારી ૧૭ કિમી લાઈન પર કામ બાકી છે. આ પ્રોજેક્ટ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે.

યુએસબીઆરએલ પ્રોજ્કેટના ૪૮.૧ કિમી લાંબા બનિહાલ-સંગલદાન ભાગનું ઉદ્ધાટન ૨૦ ફેબુ્રઆરી, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૧૮ કિમી લાંબા કાઝીગુંડ-બારામુલા સેક્શનને આવરી લેતા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન ઓક્ટોબર, ૨૦૦૯માં કરાયું હતું. તે પછીના તબક્કામાં જૂન ૨૦૧૩માં ૧૮ કિમી લાંબા બનિહાલ-કાઝિગુંડ સેક્શન અને જુલાઈમાં ૨૫ કિમી લાંબા ઉધમપુર-કટરા સેક્શનનું ઉદ્ધાટન થયું હતું. 

જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદીની ઉપર ૩૫૯ મીટર ઊંચાઈએ બાંધવામાં આવેલો ચેનાબ રેલ બ્રિજ એફિલ ટાવર કરતાં લગભગ ૩૫ મીટર ઊંચો છે. ૧,૩૧૫ મીટર લાંબો પુલ એક વ્યાપક પ્રોજેક્ટનો એક ભાગ છે. 

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ કાશ્મીર ખીણની યાત્રાને સુલભ બનાવવાનો છે.


Google NewsGoogle News