ટ્રેન પાટા છોડીને પ્લેટફોર્મ પર ચડી ગઇ, ભયંકર અક્સ્માત થતા રહી ગયો.

આ વિચિત્ર ઘટના ઉત્તરપ્રદેશના મથુરા જંકશન પર બની હતી.

આ દુર્ઘટનામાં ઇજ્જા કે કોઇ પણ પ્રકારની જાનહાની થઇ ન હતી.

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
ટ્રેન પાટા છોડીને પ્લેટફોર્મ પર ચડી ગઇ,  ભયંકર અક્સ્માત થતા રહી ગયો. 1 - image


મથુરા,૨૭ સપ્ટેમ્બર,૨૦૨૩,બુધવાર 

મુસાફરો ટ્રેનની રાહ જોઇ રહયા હતા ત્યારે  અચાનક જ ટ્રેન પાટા છોડીને પ્લેટફોર્મ ઉપર ધસી આવી હતી. આ વિચિત્ર ઘટના ઉત્તરપ્રદેશના મથુરા જંકશન પર બની હતી. જો કે સારી બાબત એ હતી આ ઘટનામાં સામાન્ય ઇજ્જા કે કોઇ પણ પ્રકારની જાનહાની થઇ ન હતી. જાનહાની નહી થવાનું કારણ લોકો પાયલટ, ટીટીઇ, ટ્રેનગાર્ડ અને મુસાફરો ટર્મિનેટિંગ સ્ટેશન પર ઉતરી ચુકયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર રેલવેની મેમૂ રેક રાત મંગળવારે રાત્રે ૧૦.૪૮ વાગે સ્ટેશન પર આવી હતી.

આ ટ્રેન અકસ્માતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ટ્રેન એમઇએમયૂ પ્લેટફોર્મ પર પહોંચી તેની પાંચ મીનિટ પછી ઓવરહેડ વીજળીના થાંભલાને તોડીને આગળ વધી હતી. આનાથી વીજળી પૂરવઠો ખોરવાયો હતો અને પ્લેટફોર્મને પણ ભારે નુકસાન થયું હતું. ટ્રેનના એન્જીન કોચમાં કેટલાક મેન્ટેનન્સ કર્મચારીઓ હતા પરંતુ લોકો પાયલોટ પણ ન હતો તો પછી ટ્રેન અચાનક કેવી રીતે ચાલવા માંડી એ તપાસનો વિષય છે. સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર ચડી ગયેલી ટ્રેન રેલવેતંત્રની ઘોર બેદરકારી સ્વરુપ મજાકનો વિષય બની છે.


Google NewsGoogle News