ચોરે ૬૦૦૦૦ રુપિયાની ચોરી કરી, લખ્યું ૧ મહિના પછી પાછા આપી જઇશ
નાણા ઉપરાંત બે જોડી સોનાની બંગડી અને ચાંદીની પાયલની ચોરી કરી
તમિલનાડુમાં ચોરીનો એક અજીબો ગરીબ કિસ્સો ચર્ચામાં આવ્યો
ચેન્નાઇ,૪ જુલાઇ,૨૦૨૪,ગુરુવાર
તમિલનાડુમાં ચોરીનો એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે જેમાં ચોરે ખૂદ ચોરી કરવા બદલ વિનમ્ર અપીલ કરી હતી. મારા ઘરે કોઇ બીમાર છે માટે ચોરી કરેલી રકમ તમને એક મહિના પછી પાછી આપી ગઇશ. ચોરી કરતા પહેલા આવો માફીપત્ર લખતા આશ્ચર્ય સર્જાયું છે. ચોરે ૬૦ હજાર રુપિયા રોકડા, બે જોડી સોનાની બંગડી અને ચાંદીની પાયલની ચોરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના તમિલનાડુના તુતિકોરનમાં ૭૯ વર્ષના નિવૃત ટીચર ચિથિરાઇ સેલ્વિનના ઘરે બની હતી.
નિવૃત શિક્ષક પોતાના પુત્રને મળવા ગયા હતા, જયારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ચોરી થઇ હતી. નવાઇની વાત તો એ હતી કે એક નોંધ મળી જેમાં લખ્યું હતું કે મને માફ કરી દો. એક મહિના પછી પરત કરી દઇશ.મારા ઘરમાં કોઇ બીમાર હોવાથી આ પગલું ભરી રહયો છું. આ અંગે મેઘનાપુરમ પોલીસે ચોરીની ઘટનાની ફરિયાદ લઇને તપાસ શરુ કરી છે. ચોરનો માફીપત્ર સાચો છે કે ખોટો તે ૧ મહિના પછી ચોર પાછો આવે ત્યારે માલૂમ પડશે. આવી જ એક ઘટના ચીનમાં પણ બની હતી જેમાં સાંગ નામના યુવાને બોસની ચીઠ્ી લખીને પોતાના બોસની એક ઘડી અને લેપટોપની ચોરી કરી હતી.