તાલિબાન, BLA અને હવે ઇસ્લામિક સ્ટેટ પાકે. ઉછેરેલા જ તેની ઉપર કેર વર્તાવે છે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
તાલિબાન, BLA અને હવે ઇસ્લામિક સ્ટેટ પાકે. ઉછેરેલા જ તેની ઉપર કેર વર્તાવે છે 1 - image


પાકિસ્તાનને હાથનાં કર્યાં હૈયે વાગે છે

દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં બે પોલીસ ઠાર મરાયા તેની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી : અફઘાનિસ્તાનમાં તે જૂથ ઘણું જ સક્રિય છે

નવી દિલ્હી : ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં અસ્થિરતા ઊભી કરવાના હેતુથી પાકિસ્તાન ઘણા સમયથી આતંકીઓને આશ્રય આપી રહ્યું છે. કેટલાએ આતંકી સંગઠનો તેની ભૂમિમાં ઉદ્ભવ્યાં છે, તેમને તેણે પાળ્યા છે, પોષ્યાં છે. હવે તે જ આતંકી સંગઠનો તેને માટે આફત બની રહ્યા છે. પહેલા તાલિબાનો હતા, ત્યાં બલુચીસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી સ્વયમેવ ઉભું થયું. પરંતુ જે ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાની (IS-12-૧૨) પાકિસ્તાને જ ઉભુ કર્યું હતું તે જ આતંકી સંગઠન હવે પાકિસ્તાનના સરહદ-પ્રાંતમાં આતંક ફેલાવી રહ્યું છે, તેણે તેનો વ્યાપ ઉત્તર બલુચિસ્તાન સુધી પ્રસાર્યો છે. અફઘાનિસ્તાન તો તેનું 'ઘર' બની ગયું છે.

તાજેતરમાં જ દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી તે ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાની (ઇસ્લામિક સ્ટેટ=ખિલાફત) એ લીધી છે.

પાકિસ્તાનના અધિકારીઓ ચિંતા તે કરે છે કે, બલુચીસ્તાનમાં પહેલા તો માત્ર બલુચ-લિબરેશન આર્મી (બી.એલ.એ.) જ સક્રિય હતું તેમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય બની રહ્યું છે.

ખૈબર-પખ્તુનવામાં પાકિસ્તાન તાલિબાન પ્રબળ છે. તેમાં પખ્તુનોના જુવાનો મોટી સંખ્યામાં ભર્તી થઈ રહ્યા છે. તેઓ પાકિસ્તાન સરકારને ચીન કે અમેરિકાની પીઠ્ઠુ કહે છે. તેથી સરકારી દળો પર હુમલા કરે રાખે છે.

બલુચીસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટનો વ્યાપ ખતરનાક છે. ત્યાં બીએલએ અને આઈ.એસે સંગઠન સાધ્યું છે. તેથી ગેસથી સમૃદ્ધ બલુચીસ્તાનમાં દાયકાઓથી અસંતોષ છે. ૧૯૪૭થી જ ત્યાં અલગતાવાદી આંદોલન છે. બલુચો સાથે પાકિસ્તાને પહેલા કરારો કર્યા હતા. પરંતુ તેનો પાકિસ્તાને ભંગ કર્યો અને પાકિસ્તાનમાં ભેળવી દીધું. ઇસ્લામિક સ્ટેટ ગુ્રપે રવિવારે જાહેરમાં કહ્યું કે, અમે ક્વેટા પાસે પોલીસ મથક પર હુમલો કર્યો હતો અને બે પોલીસને મારી નાખ્યા, બે અન્યને જખ્મી કર્યા છે.

બલુચીસ્તાન લિબરેશન આર્મી (બી.એમ.એ.) દ્વારા તે હુમલાની જવાબદારી લેવામાં આવતી હતી. હવે ઇસ્લામિક સ્ટેટે તે જવાબદારી લીધી છે. હવે સંશય તે ઉભો થાય છે કે, આ હુમલો કર્યો કોણે ? ગયા મહિને બીએલએ એ ભીષણ હુમલો કરી ૫૦ લોકોને મારી નાખ્યા હતા. તે બધા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી હતા. પહેલા તેમને બીએલએના આતંકીઓએ પૂછ્યું કે તમે ક્યાંના છો ? તો બસમાં બેઠેલા તે તમામને બસમાંથી ઉતારી ઠાર માર્યા.

આમ પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવા જાય છે, તેમાં પણ નિષ્ફળ થઈ રહ્યું છે ત્યારે તેના દેશમાં જ આતંકવાદ હાથ બહાર જઈ રહ્યો છે. પાકિસ્તાનને હાથનાં કર્યાં ખરા અર્થમાં હૈય વાગ્યા છે.


Google NewsGoogle News