કુવૈતથી 45 ભારતીયોના પાર્થિવ દેહ લઈને કેરળ પહોંચ્યું વિમાન, પરિજનોનું હૈયાફાટ રુદન

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
kuwait fire special flight landed kochi
Image : Twitter

Kuwait Fire: કુવૈતમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં 45 ભારતીયોના મોત થયા હતા. આ અગ્નિકાંડની દર્દનાક ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીયોના પાર્થિવ દેહને લઈને કુવૈતથી વિમાન કેરળ પહોંચ્યું છે. પાર્થિવ દેહ આવતા જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું.

વિમાન 45 ભારતીયોના મૃતદેહ લઈને કોચી પહોંચ્યું

કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય શ્રમિકો કામ કરી રહ્યા હતા. મૃતકોમાં બે ઉત્તર પ્રદેશના, 24 કેરળના, સાત તમિલનાડુના અને ત્રણ આંધ્રપ્રદેશના હતા. ત્યારે આજે ભારતીય વાયુસેનાનું એક વિશેષ C-130J વિમાન 45 ભારતીયોના મૃતદેહ લઈને કોચી પહોંચ્યું હતું. ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી હતી. 

Kuwait Fire  kochi airports
Image : IANS

મૃતકોમાં મોટાભાગના કેરળના હતા

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. અહીં કેટલાક પાર્થિવ દેહને ઉતાર્યા બાદ વિમાન સાંજે 4 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચશે. જ્યાથી પાર્થિવ દેહને સંબંધિત રાજ્યોમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે મૃતકોમાં મોટાભાગના કેરળના હતા તેથી વિમાન કોચીમાં લેન્ડ થયું હતું. કેરળ સરકારે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

કુવૈતથી 45 ભારતીયોના પાર્થિવ દેહ લઈને કેરળ પહોંચ્યું વિમાન, પરિજનોનું હૈયાફાટ રુદન 3 - image


Google NewsGoogle News