પુત્રએ પોતાના શરીરની ચામડીમાંથી ચંપલ તૈયાર કરી માતાને પહેરાવ્યા, વાલિયો બન્યો વાલ્મિકી
રામાયણ વાંચવાથી હ્વદય પરિવર્તન થતા ગુનાખોરી છોડી દીધી
માતા સામે મારી શરીરની ચામડીનું કોઇ જ મૂલ્ય નથી.
ઉજજૈન,૨૧ માર્ચ,૨૦૨૪,ગુરુવાર
એક હોલા પક્ષીના બદલામાં શિબિ રાજા પોતાના શરીરનું માંસ આપવા તૈયાર થયા હતા એવી પૌરાણિક વાર્તા છે. આધુનિક સમયમાં મધ્યપ્રદેશના ઉજજૈનના એક પુત્રએ પોતાના શરીરની ચામડીમાંથી જુત્તા તૈયાર કરીને પહેરાવ્યા હોવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોનક ગુર્જર એક સમયે હિસ્ટ્રીશિટર હતો પરંતુ માતા માટે અનહદ લાગણી ધરાવતો હતો. પહેલાના સમયમાં તેને જે પણ કર્મ કરીને માતાને દુભવી હતી તેની માફી માંગવા માટે પોતાના માંસમાંથી જુત્તા કરીને પહેરાવવાનો વિચાર આવ્યો હતો. પોતાના શરીરની ચામડી મેળવવા માટે સર્જરી કરાવી હતી.
ઉજજૈનના સંદીપનીનગર,ઢાંચા ભવન પુરાની ટાંકી પાસે આવેલા અખાડા ગ્રાઉન્ડમાં સાત દિવસથી ભાગવત કથાનું આયોજન થયું હતું. કથાવાચનના છેલ્લા દિવસે રૌૈનકે માતાને અનોખી ભેટ આપતા લોકોમાં હલચલ મચી ગઇ હતી. કોઇ પુત્ર માતાને ખૂશ થઇને મોંઘી ભેટ સોગાત આપે છે પરંતુ આ પ્રકારની પ્રથમ ઘટના હતી. કથાકારે જાહેર કર્યુ કે રોનક ગુર્જર કયારેક તે આડી લાઇને હતો પરંતુ રામભકિતથી તેનું જીવન બદલાઇ જવાથી પોતાની શરીરમાંથી ચામડું કાઢીને માતા માટે ચપ્પલ તૈયાર કરી છે.
રામાયણ વાંચવાથી હ્વદય પરિવર્તન થવાથી ગુનાખોરી છોડી દીધી છે. રોનેકે કહયું હતું કે માતા સામે મારી શરીરની ચામડીનું કોઇ જ મૂલ્ય નથી. હું લોકોને જણાવવા માંગુ છું કે માતા પિતાના પગમાં જન્નત હોય છે, પિતા એની સીડી છે તો માતા એ સીડીનું નિર્માણ કરનારી છે. અજાણતા થયેલા અપરાધો અને માતાના હ્વદયને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી હતી, મહાકાલની નગરીમાં એક માતા અને પુત્રની કહાનીએ ચર્ચા જગાવી છે.