Get The App

પિતા 100 રૂપિયા માટે મજૂરી કરતાં, પુત્ર આર્મીમાં બન્યો લેફ્ટનન્ટ, સંઘર્ષની ગાથા જાણીને તમે પણ કરશો સલામ

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
પિતા 100 રૂપિયા માટે મજૂરી કરતાં, પુત્ર આર્મીમાં બન્યો લેફ્ટનન્ટ, સંઘર્ષની ગાથા જાણીને તમે પણ કરશો સલામ 1 - image
Image Twitter 

Daily wage labourer's son becomes lieutenant: ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂન (IMA) ખાતે શનિવારે પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. જેન્ટલમેન કેડેટ્સના માર્ચિંગ બૂટની ગુંજ અને ગૌરવવંતા પરિવારોની જયજયકાર કેટલાય લોકોના સપનાને હકીકતમાં બદલવાનો પુરાવો હતો. મદુરાઈના એક નાનકડા ગામ મેલુરમાં રહેતા 23 વર્ષીય લેફ્ટનન્ટ કબિલન વી પણ સામેલ હતા. એક નાનકડાં ગામ અને ગરીબ પરિવારમાંથી ભારતીય સેનામાં ઓફિસર બનવા સુધીની તેમની ખરેખર હૃદયસ્પર્શી છે.

કબિલન વીને લેફ્ટનન્ટ તરીકે જોવા માટે તેના પિતા વેત્રીસેલ્વમ પણ આવ્યા હતા. વ્હીલચેરમાં બેઠેલા વેત્રીસેલ્વમ માટે તેમના જીવનની આ સૌથી સુંદર અને અદ્ભુત ક્ષણો હતી. ત્રણ મહિના પહેલા સ્ટ્રોકના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તેથી તે તેના પુત્રની સફળતાને માત્ર શાંતિથી જોઈને જ ઉજવી શકે છે.

આ પણ વાંચો :‘બાંગ્લાદેશના હિન્દુઓને બચાવો...’ પ્રિયંકા ગાંધીએ દાદી ઈન્દિરાના કાર્યોને યાદ કરી મોદી સરકાર પર કર્યા પ્રહાર

કબિલનના પિતા રોજમદાર મજૂર હતા

લેફ્ટનન્ટ કબિલન વીના પિતા વેત્રીસેલ્વમ રોજમદાર મજૂર તરીકે કામ કરતા હતા. જેમાં તેમને રોજના 100 રૂપિયા મળતા હતા. પરંતુ તેના સપના મોટા હતા. તેથી તેઓએ તેમના પુત્રને ભણાવવામાં કોઈ કસર નહોતી છોડી. જો કે, કબિલન અને તેના પિતા બંને માટે તે સરળ ન હતું. કબિલનની માતા પનમૈયામ્મલનું ત્રણ વર્ષ પહેલાં કોવિડ મહામારી દરમિયાન અવસાન થયું હતું. અને તેઓ કેન્સરથી પણ પીડિત હતી.

'મારા માટે આ મુકામ સુધી પહોંચવું સરળ નહોતું'

કબિલન વાત કરતાં કહે છે કે, 'મારા માટે આ મુકામ સુધી પહોંચવું સરળ નહોતું. હું ઘણી વખત નિષ્ફળ ગયો. પણ મારે લશ્કરમાં જોડાવું હતું. આ માત્ર મારી વ્યક્તિગત સફળતા નથી. આ સફળતા પાછળ તે બધા લોકો છે જેઓ ભારતીય સેનામાં જોડાવા માંગે છે. જો મારા જેવો કોઈ, જે રોજમદાર મજૂરનો દીકરો છે અને રોજના 100 રૂપિયા કમાય છે, તે કરી શકે છે, તો કોઈ પણ કરી શકે છે.'

આ પણ વાંચો :નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીંઃ સુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ

સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech ની ડિગ્રી મેળવી

કબિલનનું પ્રાથમિક શિક્ષણ તેના ગામની જ શાળામાં જ થયું હતું. આ પછી તેમણે અન્ના યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech ની ડિગ્રી મેળવી. અને સાથે NCC પણ કર્યું છે. તેઓ કહે છે કે, મારુ એક સ્વપ્ન હતું કે, સેનામાં જોડાવુ. અને તેના માટે મેં સતત પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. NCCથી લઈને ગ્રેજ્યુએટ એન્ટ્રી સ્કીમ સુધીની દરેક માટે અરજી કરી. ઘણી વખત રિજેક્ટ થયા પછી પણ મેં ક્યારેય હાર નહોતી માની.



Google NewsGoogle News