VIDEO : સાપે મોં પર મારી દીધો ડંખ, વીડિયો બનાવવા માટે મોબાઈલ લઈને ગયો હતો નજીક

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
VIDEO : સાપે મોં પર મારી દીધો ડંખ, વીડિયો બનાવવા માટે મોબાઈલ લઈને ગયો હતો નજીક 1 - image


                                                     Image Source: Instagram

નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર 2023 સોમવાર

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ થઈ ગયા છે. જ્યારથી સોશિયલ મીડિયા પર મોનેટાઈઝેશન શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારથી લોકો પૈસા કમાવવા માટે ઘણા પ્રકારના કન્ટેન્ટ શેર કરવા લાગ્યા છે. જો તમારા મૂકેલો વીડિયો વાયરલ થઈ ગયો તો સારી કમાણી પણ થઈ જાય છે. આ ચક્કરમાં લોકો અજીબોગરીબ અને શોકિંગ કન્ટેન્ટ મૂકવા માટે વીડિયો બનાવે છે. ઘણા લોકો ઊંચી ઈમારતો પર ચાલતા, કૂદતા વીડિયો બનાવે છે.

ઘણા લોકોની સાથે વીડિયો વાયરલ કરવાના ચક્કરમાં દુર્ઘટના ઘટે છે. સોશિયલ મીડિયા પર એક શખ્સે કાળા નાગનો વીડિયો અપલોડ કરવા માટે તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યુ પરંતુ વીડિયોમાં સાપને ખૂબ નજીકથી બતાવવાના ચક્કરમાં તેણે પોતાના જ માટે જોખમ ઊભુ કરી દીધુ. શખ્સ ઉપર સાપે હુમલો કરી દીધો. 

વૃક્ષ પાછળ સાપ દેખાયો હતો

ઈન્સ્ટાગ્રામ પર આ શોકિંગ વીડિયો શેર કરવામાં આવ્યો. જેમાં એક સાપ વૃક્ષની પાછળ નજર આવ્યો. તે આરામથી ત્યાં ફરી રહ્યો હતો પરંતુ આ શખ્સની નજર અચાનક સાપ પર પડી ગઈ. શખ્સે તાત્કાલિક મોબાઈલ કાઢ્યો અને તેનો વીડિયો બનાવવા લાગ્યો. શખ્સે આ કાળા સાપને ખૂબ નજીકને લોકોને બતાવવાનું નક્કી કર્યુ. આ ઈરાદે તે સાપની નજીક જતો રહ્યો. હજુ તો તે વીડિયો રેકોર્ડ જ કરી રહ્યો હતો કે સાપે તેના મોઢા પર જ ડંખ મારી દીધો. 

લોકોએ શખ્સને મૂર્ખ ગણાવ્યો

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શખ્સ પણ આને વાયરલ જ કરવા માંગતો હતો પણ આ રીતે નહીં. જ્યારે લોકોએ આ વીડિયો જોયો તો દંગ રહી ગયા. ઘણા લોકોએ શખ્સને મૂર્ખ ગણાવ્યો.  


Google NewsGoogle News