દિલ્હીમાં ટ્રિપલ મર્ડરમાં ચોંકાવનારો ખુલાસો, દીકરાએ જ માતા-પિતા અને બહેનની કરી હત્યા
Delhi Crime: દિલ્હીના દેવલી ગામમાં બુધવારે (ચોથી ડિસેમ્બર) સવારે એક યુવકે તેમના નિવૃત્ત આર્મી ઓફિસર પિતા, માતા અને બહેનની હત્યા કરી હતી. આરોપી પુત્ર અર્જુને પૂછપરછ દરમિયાન ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે, 'પિતા સાથે મારા સંબંધો સારા ન હતા. હું બોક્સિંગના શોખીન હોવા છતાં મને અભ્યાસ પર ધ્યાન આપવા માટે દબાણ કરતા હતા. એક દિવસ પિતાએ મને બધાની સામે માર પણ માર્યો, ત્યારથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. દરમિયાન જ્યારે મને ખબર પડી કે પિતા તમામ મિલકત મારી બહેનને આપવાને છે ત્યારે હું ગુસ્સે થઈ ગયો હતો અને ત્રણેયની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.'
પહેલા બહેન પછી પિતા અને માતા હત્યા કરી
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, 'બહેન ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી હતી, પહેલા તેની હત્યા કરી હતી. પછી જ્યારે હું પહેલા માળે મારા માતા-પિતાના રૂમમાં ગયો ત્યારે મારી માતા વોશરૂમમાં હતી. દરમિયાન પિતાની હત્યા કરી અને અંતે તેની માતાની હત્યા કરી. ત્યારપછી હું ચુપચાપ ત્યાંથી લગભગ 5.30 વાગ્યે મોર્નિંગ વોક માટે નીકળી ગયો. જ્યારે તે એક કલાક પછી પાછો આવ્યો અને પડોશીઓને બોલાવ્યા.'
વિરોધાભાસી નિવેદનોને કારણે પોલીસ શંકા ગઈ
જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો ખબર પડી કે ફ્રેન્ડલી એન્ટ્રી હતી. સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા અને આ દરમિયાન કોઈ બહારની વ્યક્તિ ઘરમાં આવતી કે જતી જોવા મળી ન હતી. આ પછી, જ્યારે પોલીસે પુત્રની પૂછપરછ કરી તો તેણે ઘણાં વિરોધાભાસી નિવેદનો આપ્યા. પોલીસને આ બાબત શંકાસ્પદ બની હતી અને તેઓએ તેની કડક પૂછપરછ કરતાં અંતે તે ભાંગી પડ્યો હતો અને તેણે ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. તે અવારનવાર તેના ઘરમાં ઝઘડા કરતો હતો.
મૃતકોમાં 51 વર્ષીય રાજેશ કુમાર, તેમની 46 વર્ષીય પત્ની કોમલ અને તેમની 23 વર્ષીય પુત્રી કવિતા નો સમાવેશ થાય છે. મૂળ હરિયાણાના મહેન્દ્રગઢના ખેડી તલવાના ગામનો રહેવાસી રાજેશ કુમાર 30 વર્ષથી તેની પત્ની, પુત્રી અને પુત્ર અર્જુન સાથે દેવલી ગામના ચૌપાલ પાસે રહેતો હતો. રાજેશ કુમાર સેનામાં તૈનાતી દરમિયાન એનએસજી કમાન્ડો પણ હતા. તેઓ લગભગ સાત વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા.