Get The App

'ચીન સાથે બધું ઠીક નથી...' અમેરિકામાં ભારતના વિદેશ મંત્રીની ચોંકાવનારી કબૂલાતથી ટેન્શન વધ્યું

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
'ચીન સાથે બધું ઠીક નથી...' અમેરિકામાં ભારતના વિદેશ મંત્રીની ચોંકાવનારી કબૂલાતથી ટેન્શન વધ્યું 1 - image


Image: Facebook

India China Border Dispute: ભારત-ચીન સરહદ વિવાદ પર વિદેશ મંત્રી જયશંકરે એક વખત ફરી ડ્રેગનને આડે હાથ લીધું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીને હજુ સંબંધ સુધારવા માટે ઘણા પાસાઓ પર પગલાં ઉઠાવવા પડશે. જ્યારે મેં કહ્યું કે 75 ટકા વિવાદ ઉકેલાઈ ગયો છે તો આ નિવેદન માત્ર સૈનિકોના પાછળ હટવા વિશે હતું. 

વિદેશ મંત્રી એસ. જયશંકરે એક વખત ફરી ચીનને રોકડું પરખાવી દીધું છે. અમેરિકામાં એક કાર્યક્રમમાં બોલતાં જયશંકરે ચીનની સાથે ભારતના 'અઘરા ઇતિહાસ'નો સ્વીકાર કરતાં કહ્યું કે જ્યારે મે બન્ને દેશોની વચ્ચે સરહદ વિવાદનો 75 ટકા ઉકેલ થયો હોવાની વાત કહી, તો આ માત્ર 'સૈનિકોના પાછળ હટવા' વાળા ભાગ વિશે હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે હજુ બીજા પાસાઓમાં પડકાર છે.  

કોરોનામાં ચીનની ચાલાકીથી બગડ્યા સંબંધ

એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યુટમાં એશિયા સોસાયટીને સંબોધિત કરતાં વિદેશ મંત્રીએ આ વાતને પણ રેખાંકિત કરી કે કેવી રીતે ચીને કોવિડ મહામારી દરમિયાન સરહદ પર સેનાની સંખ્યા વધારીને જૂના કરારોનું ઉલ્લંઘન કર્યું, જેના પરિણામ સ્વરૂપ સૈનિકોમાં અથડામણ થઈ અને બન્ને પક્ષોને નુકસાન થયું. જયશંકરે કહ્યું કે આ ઘટનાથી બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચ્યું છે.

ચીનની સાથે અમારો ઇતિહાસ મુશ્કેલભર્યો 

જયશંકરે કહ્યું કે ચીનની સાથે અમારો ઇતિહાસ મુશ્કેલભર્યો રહ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીનની સાથે અમારા સ્પષ્ટ કરાર છતાં, અમે કોવિડ દરમિયાન જોયું કે ચીને આ કરારનું ઉલ્લંઘન કરતાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર મોટી સંખ્યામાં સેના તૈનાત કરી. એ શક્ય હતું કે કોઈ દુર્ઘટના થાય અને એવું થયું પણ. તેથી અથડામણ થઈ અને બન્ને તરફથી ઘણાં સૈનિક માર્યા ગયા.

ડ્રેગનને આપી આ સલાહ

જયશંકરે સ્વીકાર કર્યો કે અથડામણવાળા પોઇન્ટ્સના મોટા ભાગોને ઉકેલી લેવાયા છે પરંતુ હજુ સુધી પડકારો છે. ખાસ કરીને સરહદ પર પેટ્રોલિંગના અધિકારોના સંબંધમાં હજુ સંઘર્ષ છે. જો ચીનની સાથે સંબંધોને સુધારવા છે તો બન્ને દેશોએ ડી-એસ્કેલેશનના મહત્ત્વને સમજવું પડશે.


Google NewsGoogle News