Get The App

દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા, જ્યાં પરમાણુ યુદ્ધની પણ નહીં થાય અસર!

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા, જ્યાં પરમાણુ યુદ્ધની પણ નહીં થાય અસર! 1 - image


Image: X

Nuclear War: પરમાણુ યુદ્ધ થયું તો ના માત્ર પૂરી માનવતા તેનો વિનાશ વેઠશે પરંતુ ઘણી પેઢી સુધી તેની અસર થશે. સાથે જ માનવ શરીરમાં એવા પરિવર્તન પણ આવી શકે છે જેની આપણે કલ્પના પણ કરી ના હોય પરંતુ જો ન્યુક્લિયર વોર થઈ જાય તો શું થશે. 

ક્યાં સૌથી વધુ જોખમ, ક્યાં ઓછું

હવે સવાલ એ છે કે જો પરમાણુ યુદ્ધ થઈ જાય તો તાત્કાલિક સુરક્ષા માટે વ્યક્તિ શું કરે. એક અભ્યાસ અનુસાર ન્યુક્લિયર વોર થવા પર વ્યક્તિ પોતાના ઘરની અંદર પણ સુરક્ષિત રહેશે નહીં. ખાસ કરીને બારી-દરવાજાની પાસે હોવું સૌથી વધુ જોખમભર્યું સાબિત થશે. કોંક્રિટથી બનેલી ઘણી મજબૂત ઇમારત પરમાણુ હુમલાથી ઘણી હદ સુધી સુરક્ષા આપી શકે છે. આમાં બેઝમેન્ટ કે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવું વધું સુરક્ષિત રહેશે. 

આ પણ વાંચો: વર્શિપ એક્ટ: SCની કેન્દ્રને નોટિસ, સુનાવણી સુધી મંદિર-મસ્જિદથી જોડાયેલ નવી અરજી દાખલ નહીં થાય

સબવે

આ સિવાય સબવે, ભૂમિગત સુરંગો સહિત જમીનની અંદર બનેલા બંકર પણ શોકવેવ અને રેડિયોધર્મી પદાર્થોથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા

આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા એવા દેશ છે જે પોતાની ખેતી, મોટા ક્ષેત્રફળ, ભૌગોલિક અંતર અને ઓછી વસતીના કારણે પરમાણુ યુદ્ધના બાદ સર્વાઇવ કરનાર દેશોમાં ટોપ પર રહી શકે છે. આઇસલેન્ડ પણ તેનાથી બચી શકે છે કેમ કે વોરમાં વધનારી જમીનની ગરમીને એ સહી જશે. સાથે જ તે એટલે દૂર છે ત્યાં સુધી મિસાઈલની પહોંચ શક્ય નથી. 

એન્ટાર્કટિકા

એન્ટાર્કટિકાના ગ્લેશિયરથી અલગ જે સ્થળ છે તે પણ પરમાણુ યુદ્ધ બાદ અસ્તિત્વમાં બની રહેનારા સ્થળોમાં સામેલ છે. આ વિસ્તાર પણ તે વિસ્તારથી ખૂબ દૂર છે, જ્યાં વૈશ્વિક સંઘર્ષ ચાલી રહ્યો છે. 

સ્વિસ બંકર

સ્વિત્ઝર્લેન્ડ ઝડપથી અસ્થિર વૈશ્વિક લેન્ડસ્કેપથી ઉકેલ મેળવવાની તૈયારીમાં લાગ્યું છે અને એવા બંકર બનાવી રહ્યું છે જે બોમ્બ બ્લાસ્ટ થવાની સ્થિતિમાં મોટા પાયે લોકોને આશ્રય આપી શકે. 


Google NewsGoogle News