ભારતના એ વડાપ્રધાન, જેમણે ઘણાં વર્ષો સુધી દેશ બહાર રૂપિયા છપાવ્યા હતા, શું હતું કારણ?
ત્યારે કેન્દ્ર સરકારે અમેરિકા, કેનેડા અને યુરોપિયન કંપનીઓમાં ભારતીય નોટો છપાવવાનો નિર્ણય કર્યો હતો
એ સમયે સરકારે 360 કરોડની કરન્સી છાપવાનો નિર્ણય કર્યો હતો, તેની કિંમત 9.5 કરોડ ડોલરનો ખર્ચ થયો હતો
Image Twitter |
ઈતિહાસના પાના પર લખાયેલો દિવસ 8 મે 1997 એક એવો દિવસ હતો, જ્યારે સરકારે એક ખાસ નિર્ણય લીધો હતો. આ નિર્ણય એટલો ગુપ્ત રીતે લેવામાં આવ્યો હતો, કે લાંબા સમય સુધી તેની કોઈને ખબર પણ ન પડી. જ્યારે ખબર પડી ત્યારે દરેક આશ્ચર્ય થયો. પહેલીવાર સરકારે ભારતીય ચલણને વિદેશમાં છપાવવાનો નિર્ણય કર્યો હતો. તેના પછી વર્ષો સુધી ભારતીય ચલણ બહાર છપાઈને આવતું હતું.
શું હતું ચલણી નોટો બહાર છપાવવાનું કારણ?
હકીકતમાં 1997માં ભારત સરકારે અનુભવ કર્યો કે, દેશની માત્ર વસ્તી જ નથી વધી રહી, પરંતુ આર્થિક પ્રવૃતિઓ પણ વધી રહી છે. અને તેના માટે ભારતીય અર્થતંત્રમાં વધારે ચલણની જરુર છે. અને ભારતીય ચલણ છાપતી બે પ્રિન્ટીંગ પ્રેસ વધતી જતી માંગને પહોચી વળવા સક્ષમ નથી. એટલે ભારતીય ચલણ બહાર છપાવવા માટે વિચારણા કરવામા આવી.
દેવગૌડા સરકારે કર્યો હતો ચલણી નોટો બહાર છપાવવાનો નિર્ણય
1996માં દેશમાં યુનાઈટેડ ફંટની સરકારમાં એચડી દેવગૌડા પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારે દેવગૌડાએ ભારતીય ચલણ વિદેશમાં છાપવવાનો નિર્ણય કર્યો હતો.
પરંતુ આ સોદો ખૂબ જ મોંઘો હતો...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે મંત્રણા કર્યા બાદ કેન્દ્ર સરકારે અમેરિકા, કેનેડા અને યુરોપિયન કંપનીઓમાં ભારતીય ચલણી નોટો છાપવવાનો નિર્ણય કર્યો હતો. કેટલાય વર્ષો સુધી નોટોનો એક મોટો ભાગ વિદેશથી છપાઈને આવતો હતો. આ સોદો સામાન્ય રીતે જોઈએ તો ઘણો મોંઘો હતો. ભારતે તેની સામે કેટલાક હજાર રુપિયાનો ખર્ચ કર્યો હતો.
જો કે તેની ટીકા પણ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે,એ સમયે સરકારે 360 કરોડની ચલણી નોટો બહાર છપાવવાનો નિર્ણય કર્યો હતો. અને તે માટે કુલ 9.5 કરોડ ડોલરનો ખર્ચ થયો હતો. જેની ખૂબ જ ટીકા પણ થઈ હતી. આ ઉપરાંત દેશની ચલણી નોટની સુરક્ષાને લઈને પણ જોખમ ઊભા થયા હતા. ત્યાર બાદ બહાર નોટો છપાવવાનું તાત્કાલિક રીતે બંધ કરવામાં આવ્યું હતું.
એ પછી ભારતમાં ખોલવામાં આવી નવી પ્રેસ
ભારત સરકારે ચલણી નોટ છાપવા માટે બે નવી પ્રેસ ઊભી કરવાનો નિર્ણય કર્યો. 1999માં મેસૂરમાં ચલણી નોટો છાપવા માટે પ્રેસ ઊભી કરવામાં આવી હતી. તે પછી વર્ષ 2000માં સાલબોની (બંગાળ)માં પ્રેસ ખોલવામાં આવી હતી, જેના કારણે ભારતની ચલણી નોટ છાપવાની ક્ષમતા વધી ગઈ હતી.