પોલીસ બેંકની ઘેરાબંધી કરતી રહી, લુંટારુઓએ 4 મિનિટમાં ૧૬ લાખનો ખેલ પાડી દીધો
પોલીસે ચોરોને ઘેરવાની રણનીતિ તૈયાર કરી હતી,
ચોર શરણાગતિ સ્વીકારના સ્થાને જુદું જ વિચારતા હતા.
પટણા,૭ ડિસેમ્બર,૨૦૨૩,ગુરુવાર
બિહારના આરા શહેરમાં સર્કિટ હાઉસ પાસે પ્રાઇવેટ એકસિસ બેંકની બ્રાંચમાં ૬ જેટલા લૂટાઓ ત્રાટકીને ૧૬ લાખ રુપિયા ઉપાડી ગયા હતા. ૬ નવેમ્બરના રોજ સવારે બનેલી આ ઘટના ચકચાર જગાવી રહી છે. લોકોને સૌથી નવાઇ એ લાગે છે પોલીસની હાજરીમાં ચોર છુમંતર થઇ ગયા હતા. પોલીસે ચોરોને ઘેરવાની રણનીતિ તૈયાર કરી હતી, પહેલા તો સરંડર થવાની ચેતવણી આપી હતી. ચોર શરણાગતિ સ્વીકારના સ્થાને જુદું જ વિચારતા હતા.
દોઢ કલાક સુધી પોલીસની ઘેરાબંધી છતાં મત્તા લઇને નાસી છુટયા હતા. ભોજપુરના એસપી પ્રમોદકુમાર બુલેટ પ્રુફ જેકેટ પહેરીને બેંકની અંદર ગયા તો માલૂમ પડયું કે એક પણ લૂટારુ બેંકમાં ન હતા. પોલીસ વ્યૂહરચના ઘડતી રહી તેનો લાભ લેવામાં ચોરોને સફળતા મળી હતી. કેટલાકનું માનવું હતું કે લૂંટ કરીને માત્ર ૪ મીનિટમાં જ લૂટારા છટકી ગયા હતા. લૂંટફાટની ઘટના દરમિયાન બેંકનું લોકર સલામત રહયું હતું અને સ્ટાફને પણ કોઇ જ ઇજ્જા થઇ ન હતી. બેંક કર્મચારીઓને એક રુમમાં પુરી દીધા હતા.
ગુનેગારોના ફોટોઝ અને ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે બેંક લુટારા સ્થાનિક જણાતા નથીય બેંક લુટારુઓ પ્રોફેશનલ અને ક્રુર જણાતા હતા. ગુનાઓનો ઇતિહાસ ધરાવતા સ્થાનિક આરોપીઓ સાથે સરખામણી કરતા બહારથી જ આવેલા હતા. આ પ્રકારની એક ગેંગ જે વૈશાલી અને મુઝફફરનગરમાં સક્રિય છે જે પટના સુધી ફેલાયેલી છે આથી આ ગેંગની દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.