આ ગામના લોકો ફટાકડા ફોડતા નથી, એક બીજા પર ગુલાલ છાંટીને ઉજવે છે દિવાળીનો તહેવાર

૨૦૧૩થી ગામમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

ભેદભાવો ભૂલીને ભાઇચારાથી બધા એક બીજાને ગળે મળે છે

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
આ ગામના લોકો ફટાકડા ફોડતા નથી,  એક બીજા  પર ગુલાલ છાંટીને ઉજવે છે દિવાળીનો તહેવાર 1 - image


નવી દિલ્હી,૧૧ નવેમ્બર,૨૦૨૩,શનિવાર 

દિવાળી તહેવારને યાદ કરીએ એટલે મીઠાઇ અને ફટાકડા યાદ આવે છે. આ બે વસ્તુ દિવાળીનું અભિન્ન અંગ છે પરંતુ રાજસ્થાનમાં એક એવું અનોખું ગામ છે જે એક બીજા પર અબીલ ગુલાલ છાંટીને દિવાળી ઉજવે છે. અબિલ ગુલાલ ઉપયોગના લીધે દિવાળી નહી પરંતુ હોળી જેવો માહોલ ઉભો થાય છે.

આ ગામનું નામ ઇનાણા છે જે નાગોર જિલ્લામાં આવેલું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૩થી ઇનાણા ગામમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પહેલું કારણ તો એ હતું કે ફટાકડા ફૂટે તેનો એકાંદ તણખો પણ ખેતરમાં પાકી થયેલી ફસલ કે ઘાસના પૂળાના ઢગલા પર પડવાનો ખતરો રહેતો હતો.

આ ગામના લોકો ફટાકડા ફોડતા નથી,  એક બીજા  પર ગુલાલ છાંટીને ઉજવે છે દિવાળીનો તહેવાર 2 - image

કયારેક આગ લાગતી ત્યારે ગામ લોકોએ દોડાદોડી કરવી પડતી હતી. ખેતરના પાકને બળતો અટકાવવા માટે છેલ્લા ૧૦ વર્ષથી ગામ લોકો ફટાકડા ફોડતા નથી. ગામ લોકો પર્યાવરણપ્રેમી છે તેઓ વાયુ પ્રદૂષણ કે ધ્વની પ્રદૂષણ ફેલાય નહી તે માટે પણ ફટાકડાથી દૂર રહે છે. ફટાકડાના સ્થાને એક બીજા પર ગુલાલ છાંટીને દિવાળી ઉજવે છે. ભેદભાવો ભૂલીને ભાઇચારાથી બધા એક બીજાને ગળે મળે છે

. ગામના વડિલોના જણાવ્યા અનુસાર ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેનું સૌ ગ્રામજનો સ્વૈચ્છાએ પાલન કરે છે.  લોકો દિવાળીના પાંચ દિવસ ઘરે ઘરે દીવા પ્રગટાવે છે. અમાસમાં દિવાઓનું એક સાથે થતું અજવાળું અને ગુલાલ દિવાળીને રંગીન બનાવી દે છે. 


Google NewsGoogle News