Get The App

વડાપ્રધાન મોદીની યુટયુબ ચેનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2 કરોડને પાર

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીની યુટયુબ ચેનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2 કરોડને પાર 1 - image


- ચેનલના વ્યૂઝની સંખ્યા 4.5 અબજથી વધુ

- વૈશ્વિક નેતાઓમાં મોદી પછી 64 લાખ સબસ્ક્રાઈબર્સ સાથે બ્રાઝિલના પ્રમુખ બીજા ક્રમ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત યુટયુબ ચેનલના સબ્સક્રાઇબર્સની સંખ્યા વધીને બે કરોડને પાર થઇ ગઇ છે. ભારતના વડાપ્રધાન આ  સિદ્ધિ હાંસલ કરનારા વિશ્વના એક માત્ર નેતા છે.

 વિશ્વના અન્ય નેતાઓ આ બાબતમાં તેમનાથી ઘણા પાછળ છે. મોદીની ચેનલ પર પોસ્ટ કરવામાં આવતા વીડિયોના વ્યૂઝની સંખ્યા ૪.૫ અબજથી વધુ છે. આ સંખ્યા વિશ્વના અન્ય નેતાઓના વ્યૂઝ કરતા ઘણી વધારે છે. 

વૈશ્વિક નેતાઓની વાત કરવામાં આવે તો સબ્સક્રાઇબર્સની સંખ્યાની બાબતમાં મોદી પછી બ્રાઝીલના પ્રમુખ જૈર બોલસોનારોનો નંબર આવે છે. તેમના સબ્સક્રાઇબર્સની સંખ્યા ૬૪ લાખ છે.

વ્યૂઝની બાબતમાં મોદી પછી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીનો નંબર આવે છે. તેમની ચેનલના વ્યૂઝની સંખ્યા ૨૨.૪ કરોડ છે. 

અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના ૭.૮૯ લાખ સબ્સક્રાઇબર છે જ્યારે તુર્કીના પ્રમુખ અર્દોગનના ૩.૧૬ લાખ સબ્સક્રાઇબર છે. 

વડાપ્રધાન મોદી સાથે સંકળાયેલ અન્ય એક ચેનલ યોગા વીથ મોદીના સબ્સક્રાઇબર્સની સંખ્યા પણ ૭૩,૦૦૦થી વધુ છે. 

પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની યુટયુબ ચેનલના સબ્સક્રાઇબર્સની સંખ્યા ૩૫ લાખ છે. વડાપ્રધાન મોદી ૨૦૦૭માં યુટયુબ ચેનલની રચના કરી હતી જ્યારે તે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં. 


Google NewsGoogle News