Get The App

બ્રાઝિલમાં બેન્ક ફ્રોડનો નવો કીમિયો મહિલા ડેડબોડી લઈ રુપિયા ઉપાડવા ગઈ

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
બ્રાઝિલમાં બેન્ક ફ્રોડનો નવો કીમિયો મહિલા ડેડબોડી લઈ રુપિયા ઉપાડવા ગઈ 1 - image


- બેન્કે રેકોર્ડ કરેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ

- આરોપી મહિલા બેન્કમાં મૃતકને પોતાના અંકલ ગણાવીને તે અત્યંત બીમાર હોવાનો દાવો કરતી હતી

નવી દિલ્હી : બેન્ક ફ્રોડના અનેક કિસ્સા સામે આવતા હોય છે તેમા બ્રાઝિલમાં બેન્ક ફ્રોડનો નવો કીમિયો સામે આવ્યો છે. તેમા મહિલા ડેડબોડી લઈને રુપિયા ઉપાડવા ગઈ છે. બ્રાઝિલમાં એક મહિલા કલાકો પહેલા મરી ગયેલી વ્યક્તિની ડેડબોડી લઈને રુપિયા ઉપાડવા પહોંચી. જો કે બેન્ક અધિકારીઓને વ્યક્તિની સ્થિતિ જોઈ શંકા ઉપજી અને પછી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી. 

બેન્ક કર્મચારીઓએ મહિલા અને વ્હીલચેરમાં બેસાડેલા મૃતકનો વિડીયો બનાવી દીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના મંગળવારે બ્રાઝિલના શહેર રિયોમાં થઈ. આ ક્લિપમાં નજરે પડતી મહિલા એરિકા વિએરા નૂન્સ છે અને વિડીયોમાં જે મૃતક તેના બગલમાં વ્હીલચેર પર બેઠેલો છે તેેને મહિલા તેના અંકલ કહે છે. મહિલા લોન નીકાળવા માટે ૫૮ વર્ષના શખ્સને વ્હીલચેરપર બેસાડીને લઈ ગઈ. તે સીધી લોન વિભાગમાં ગઈ. તેણે જણાવ્યું હતું કે તે ૧૭,૦૦૦ રિયાસ (બ્રાઝિલિયન ચલણ) એટલે કે ૨.૭૧ લાખ રુપિયાની લોન લેવા માંગે છે. હવે મામલો ત્યારે શરુ થયો જ્યારે બેન્ક કર્મચારીઓએ તે વૃદ્ધ વ્યક્તિ પાસેથી સહી કરાવવાનું જણાવ્યું. મહિલાએ વૃદ્ધને પેન આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે કોઈ જવાબ ન આપ્યો. 

તેના પછી આરોપી મહિલા મૃતકને કહે છે કે અંકલ તમે સાંભળી રહ્યા છો. તમારે સહી કરવી પડશે. તેના પછી મહિલા બેન્કને જણાવે છે કે વૃદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર છે, શું તે આ સહી પોતે કરી શકે છે. આ ઘટના બેન્કમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. આ ફૂટેજમાં તેને કહેતા સાંભળી શકાય છે કે જો તમે ઠીક નથી તો હું તમને હોસ્પિટલ લઈ જઇશ. 

બેન્ક કર્મચારીઓના જણાવ્યા મુજબ મહિલાને જ્યારે તે વૃદ્ધ અંગે સવાલ પૂછવામાં આવ્યા તો તેણે જણાવ્યું કે વૃદ્ધની તબિયત ઘણા દિવસોથી ખરાબ હોવાથી તેમના ચહેરા પર કોઈ એક્સપ્રેશન દેખાતા નથી. બેન્ક અધિકારીઓનો શક ત્યારે વધી ગયો જ્યારે વૃદ્ધનું માથુ વારંવાર પાછું ઢળી જતું હતું અને તેમની આંખો બંધ હતી. અધિકારીઓએ તરત જ પોલીસને બોલાવી. પોલીસે છેતરપિંડીના આરોપમાં મહિલાને પકડી અને જેલ મોકલી દીધી. જ્યારે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે આરોપી એરિકાના વકીલે જણાવ્યું હતું કે વૃદ્ધનું મોત બેન્કમાં થયું હતું. ફોરેન્સિક તપાસના મુદ્દે ખબર પડી કે વૃદ્ધના મોતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને વૃદ્ધ તથા એરિકાના સંબંધોની પણ ચકાસણી કરાઈ રહી છે. પોલીસને આ કૌભાંડમાં મહિલા ઉપરાંત બીજા લોકો હોવાની શંકા છે.


Google NewsGoogle News