ગ્વાલિયરનું રહસ્યમય મંદિર, જ્યાં થઈ હતી ‘ઝીરો’ની શોધ, દીવાલો પર કંડારાયેલો છે પૌરાણિક ઈતિહાસ
આ મંદિરનું નિર્માણ 876 ઈસા પૂર્વે થયેલું હોવાનું માનવામાં આવે છે
મધ્યપ્રદેશના આ મંદિરની અંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ અને શિલાલેખ પર 'શૂન્ય'નું નિશાન છે
Image Twitter |
આમ તો મધ્યપ્રદેશ પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ રાજ્ય માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ધાર્મિક મંદિરો આવેલા છે. ઓરછા મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં આવેલું છે. અહીં પ્રસિદ્ધ ચતુર્ભુજ મંદિર પણ આવેલું છે, જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ 876 ઈસા પૂર્વે થયેલું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર વિશ્વના સૌથી જૂના શૂન્ય શિલાલેખો માટે જાણીતું છે.
મધ્યપ્રદેશના આ મંદિરની અંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ અને શિલાલેખ પર 'શૂન્ય'નું નિશાન છે. પરંતુ ત્યા માત્ર ટુર ગાઈડ જ તમને આ જગ્યાઓ વિશે સમજાવશે. આવો આજે તમને આ મંદિર સાથે જોડાયેલી રસપ્રદ વાતો વિશે જાણીએ.
ગ્વાલિયરનું ચતુર્ભુજ મંદિર
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલા આ ચતુર્ભુજ મંદિરમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. આ મંદિર ગ્વાલિયરના પૂર્વ દિશામાં આવેલુ છે. આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો ચતુર્ભુજ મંદિરનું નિર્માણ ઈ.પૂ.માં થયું હતું. 876 ઈસા એવું માનવામાં આવે છે કે, મંદિરનું નિર્માણ વલ્લભ ભટ્ટના પુત્ર અને ગુર્જર પ્રતિહાર વંશના નાગર ભટ્ટના પૌત્રએ કરાવ્યું છે, જો કે, આ બાબત વિશે સાચી હકીકત જાણવી મુશ્કેલ છે.
મંદિરમાં બીજુ શું શું જોવા મળે છે?
આ મંદિરમાં જશો તો તમને દીવાલો પર 9મી સદીના શિલાલેખ પર બે વખત '0' લખેલું છે, આ શિલાલેખ 270X167માં પૂજા માટે રોજ 50 માળા દાન કરવા જેવી કેટલીક વાતોનો ઉલ્લેખ થયેલો છે.
શૂન્ય સાથે જોડાયેલા કેટલાક દાવા
1891માં ફ્રેન્ચ પુરાતત્ત્વવિદ એડહાર્ડ લેક્લ રે દ્વારા કેટલીક હસ્તપ્રતોની શોધ કરવામા આવી હતી. જેમાં શૂન્ય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બિંદુને ઉત્તર-પૂર્વી કંબોડિયાના ક્રાંતિ વિસ્તારમાં 'ટ્રૌપાંગ પ્રી' નામક સ્થળ પર એક એવા પથ્થરની સપાટી પર ઉપસાવેલું જોવા મળે છે.