રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનું અદ્ભુત શુભ મુહૂર્ત નિકળ્યું! જાણો કયા જ્યોતિષે નક્કી કર્યો સમય
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનારા મહેમાનો માટે મહત્વપૂર્ણ સૂચના
Ram Temple Ayodhya: અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. ત્યારે ખાસ વાત એ છે કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનું અદ્ભુત શુભ મુહૂર્ત નિકળ્યું છે. જોકે, રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે તે શુભ મુહૂર્તની દરેક સેકન્ડ નક્કી કરવામાં આવી છે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડ સૌથી મહત્વપૂર્ણ
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે સૌથી શુભ સમય 84 સેકન્ડનો રહેશે. આ સમય 22 જાન્યુઆરીએ 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનો રહેશે. આ સમયે આકાશમાં 6 ગ્રહો અનુકૂળ સ્થિતિમાં રહેશે. કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્તને સૌથી સચોટ માનીને પસંદ કર્યો છે. જોકે, ભૂમિ પૂજન માટેનો શુભ સમય જ્યોતિષ પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવીએ પણ નક્કી કર્યો હતો.
કાર્યક્રમમાં આવનારા મહેમાનોએ કરવું પડશે આ કામ
ટ્ર્સ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનારા મહેમાનોને 20 જાન્યુઆરીની સાંજથી 21 જાન્યુઆરી બપોર સુધી આવી જવાની સલાહ આપવામાં આવી છે. જો તે 22 જાન્યુઆરીની સવારે પહોંચ છે તો તેમને અયોધ્યામાં પ્રવેશ નહીં મળે. તેમજ આમંત્રિત લોકોએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાની સલાહ આપી છે. ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના કારણે મોબાઈલ અને પર્સ જેવા સામાન સાથે લઈ જવા પર પ્રતિબંધ છે.