કોચિંગ સેન્ટર દુર્ઘટના બાદ એક્શનમાં આવી સરકાર, 30 દિવસમાં ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપશે સમિતિ
Rajendra Nagar Accident : દિલ્હીના રાજેન્દ્રનગરમાં આવેલા રાવ IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જવાથી UPSCની તૈયાર કરતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે, ત્યારે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જાણકારી આપી છે કે, 'ઘટના અંગેની સચોટ તપાસ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સમગ્ર તપાસ બાદ 30 દિવસની અંદરમાં ગૃહ મંત્રાલયમાં રિપોર્ટ રજૂ કરાશે.' બીજી તરફ, કોર્ટ દ્વારા કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. જ્યારે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને લઈને આવતી કાલે સુનાવણી કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીની સમિતિ ઘટનાને લઈેન સચોટ તપાસ કરશે
મળતી માહિતી પ્રમાણે, ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીના રાજેન્દ્રર ખાતે આવેલા કોંચિગ સેન્ટરમાં બનેલી ઘટનાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ઘટના પાછળના કારણોની તપાસ કરશે, જવાબદાર વ્યક્તિ, જવાબદારી નક્કી કરશે, પગલાં સૂચવશે અને નીતિમાં ફેરફાર કરવા અંગે સૂચના આપશે. જેમાં અધિક સચિવ, મુખ્ય સચિવ (ગૃહ), દિલ્હી સરકાર, સ્પેશિયલ સીપી, દિલ્હી પોલીસ, ફાયર એડવાઈઝર અને સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલય સંયોજકને નિમવામાં આવ્યાં છે. તેવામાં સમિતિ દ્વારા ઘટનાની સમગ્ર તપાસ કરીને 30 દિવસની અંદરમાં રિપોર્ટ રજૂ કરશે.
પાંચ આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો કોર્ટનો આદેશ
બીજી તરફ, કોર્ટ દ્વારા કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. જેમાં આરોપી કોચિંગ સેન્ટરના ચાર સહ-માલિક તજિંદર સિંહ, પરવિંદર સિંહ, હરવિંદર સિંહ અને સરબજીત સિંહ સહિત કાર ડ્રાઈવર મનુજ કથુરિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનોદ કુમારે તમામ આરોપીને 12 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. જ્યારે આરોપીની કરવામાં આવેલી જામીન અરજી પર મંગળવારના (30 જુલાઈ) રોજ સુનાવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : જીવન તો સલામત નહોતું, હવે સલામત ભણતરના હક માટે પણ વિદ્યાર્થીઓની ચીફ જસ્ટિસને આજીજી
જામીન અરજી કાલે સુનાવણી કરાશે
ધરપકડ કરાયેલા પાંચ આરોપીમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલના (SUV) ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. ડ્રાઈવર પર આરોપ છે કે રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી પરથી પસાર થતાં ત્રણ માળની બિલ્ડિંગના ભોંયરામાં પાણી ઘૂસી ગયું હતું. જ્યારે ડ્રાઈવરના વકીલે કોર્ટમાં કહ્યું કે, 'તેમના અસીલનો કોઈને મારવાનો ઈરાદો નથી.' જો કે, કોર્ટ દ્વારા ડ્રાઈવરના વકીલને આવતી (30 જુલાઈ) જામીન માટે લેખિત દલીલો કરવા સૂચન કર્યું હતું. બીજી તરફ, કોર્ટમાં કોચિંગ સેન્ટરના માલિકાના વકીલે કહ્યું હતું કે, 'ભાડે આપેલી બિલ્ડિંગમાં બેદરકારી અને હત્યાનો ઈરાદો નહીં હોવાના કેસમાં કોઈ પ્રકારે જવાબદારી નક્કી કરાયેલી હોતી નથી. આમ તેમાં પણ વકીલને લેખિતમાં દલીલો રજૂ કરવા જણાવ્યું હતું.'