મોદી સરકાર 3.0: NDAના આ પક્ષોના નેતાઓને ના મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, બે નામ ચોંકાવનારા

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
મોદી સરકાર 3.0: NDAના આ પક્ષોના નેતાઓને ના મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, બે નામ ચોંકાવનારા 1 - image


PM Modi Oath Ceremony: રાષ્ટ્રપતિ ભવનમાં રવિવારે સાંજે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કરતાની સાથે જ તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના વિક્રમની બરાબરી કરી છે. પીએમ નરેન્દ્ર મોદીની સાથે 72 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં 31 કેબિનેટ મંત્રીઓ, 5 રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય મંત્રી સામેલ છે.

 NDAના 9 પક્ષોના 11 સાંસદને સ્થાન મળ્યું

આમ NDAના 9 પક્ષોના 11 સાંસદોને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જો કે આમ તો ભારતીય જનતા પાર્ટીએ તમામ સહયોગીઓને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક પક્ષો હજુ પણ મંત્રીમંડળમાં સ્થાન મેળવવામાં ચૂકી ગયા હતા. તેમાં જનસેના અને એનસીપી બે નામ ચોંકાવનારા છે. NDAના 14 સહયોગીઓ પાસે 53 બેઠકો છે પરંતુ હજુ 9 પક્ષોના માત્ર 11 નેતાઓ જ મંત્રી બન્યા છે, જ્યારે 5 પક્ષોના નેતાઓને મોદી 3.0માં સ્થાન નથી મળ્યું. ચાલો જાણીએ કઈ પાર્ટીઓ પાછળ રહી ગઈ. 

NDA પાસે હાલમાં 293 બેઠકો છે. તેમાં ભાજપ પાસે 240, ટીડીપી પાસે 16, જેડીયુ પાસે 12, શિવસેનાના એકનાથ શિંદે જૂથ પાસે 7, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાસે 5, આરએલડી પાસે 2, જેડીએસ પાસે 2 અને જનસેના પાર્ટી પાસે 2 સાંસદ છે.

આ ઉપરાંત અનુપ્રિયા પટેલની પાર્ટી અપના દલ (સોનેલાલ), જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યૂલર), અજુત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), પ્રેમ સિંહ તમાંગ ગોલેની સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ), આસામ ગણ પરિષદ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) પાસે UPPLના એક-એક સાંસદ છે.

કોને મોદીની ટીમમાં સ્થાન ન મળ્યું

જો મોદીની ટીમમાં સ્થાન ન મેળવનારા સાથી પક્ષોની વાત કરીએ તો તેમાં જનસેના અને એનસીપી બે નામ ચોંકાવનારા છે. હજું 2 સાંસદો સાથે જનસેના પાર્ટી, 1 બેઠક વાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), 1 બેઠક વાળીસિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM), 1 બેઠક વાળી આસામ ગણ પરિષદ અને 1 બેઠક વાળી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) UPPLને પીએમ મોદીની કેબિનેટમાંથી બહાર રાખવામાં આવી છે.

કયા પક્ષમાંથી કેટલા સાંસદ બન્યા મંત્રી

જનતા દળ યુનાઈટેડમાંથી બે, તેલુગુ દેશમ પાર્ટીમાંથી બે, જનતા દળ સેક્યુલરમાંથી એક, હિન્દુસ્તાની અવામ મોરચામાંથી એક, લોક જનશક્તિ પાર્ટીમાંથી એક, રાષ્ટ્રીય લોકદળમાંથી એક, અપના દળ (સોનેલાલ)માંથી એક, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાંથી એક અને એકનાથ શિંદે જૂથની શિવસેનામાંથી એક સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.


Google NewsGoogle News