ખેતરમાં મજૂરોને ખોદકામ દરમિયાન મળ્યો ખજાનો! કોન્ટ્રાક્ટર લઈને ભાગી જતાં યુપી પોલીસની ઊંઘ હરામ
Image Source: Freepik
લખનૌ, તા. 24 જાન્યુઆરી 2024 બુધવાર
જુનાવઈ વિસ્તારના હરગોવિંદપુર ગામમાં રસ્તાના કિનારે પુરાણ કરવામાં આવી રહ્યુ છે, જેના માટે તે જ વિસ્તારના લહરા નગલા શ્યામ ગામના રહેવાસી ગ્રામીણના ખેતરમાંથી માટી ખોદવામાં આવી રહી છે. મંગળવારે ખોદકામ દરમિયાન શ્રમિકોને પ્રાચીન સિક્કા મળી આવતા તેને છીનવી લેવાની હોડ લાગી.
કેટલાક ગ્રામીણ પણ ત્યાંથી આ સિક્કાને ભેગા કરી લઈ ગયા. આ દરમિયાન એક માટલામાં સિક્કા ભરેલા મળ્યા. આરોપ છે કે સિક્કાથી ભરેલા માટલાને કોન્ટ્રાક્ટર લઈને ફરાર થઈ ગયો. માહિતી મળતા જ પ્રધાને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે.
રસ્તા કિનારે ચાલી રહ્યુ છે ઈન્ટરલોકિંગનું કાર્ય
જુનાવઈ વિસ્તારના ગામ હરગોવિંદપુરમાં રસ્તા કિનારે ઈન્ટરલોકિંગનું કાર્ય કરવામાં આવી રહ્યુ છે. જે માટે ત્યાં માટી પુરાણનું કાર્ય કરાવવામાં આવી રહ્યુ છે. આ માટે માટીને વિસ્તારના જ ગામ લહરા નગલા શ્યામ નિવાસી મનીરામ સિંહના ખેતરમાં ખોદકામ કરીને લાવવામાં આવી રહી છે. મંગળવારે પણ મજૂર ખેતરમાં પુરાણ માટે માટી ખોદી રહ્યા હતા.
જ્યાં માટીનું ખોદકામ કરતી વખતે તેમને સિક્કા જેવી અમુક અજીબ વસ્તુ જોવા મળી. જેને ઉઠાવીને તેમણે સાફ કર્યુ તો તે પ્રાચીન સમયના સિક્કા હતા. આની પર તેમણે મામલાની જાણકારી કોન્ટ્રાક્ટર સોમવીર સિંહને આપી. જાણકારી મળવા પર ઠેકેદાર અને અન્ય ગ્રામીણ ઘટના સ્થળે પહોંચી ગયા અને તમામ મળીને ત્યાં માટીમાં સિક્કાને શોધવા લાગ્યા. દરમિયાન જેમના હાથમાં જેટલા સિક્કા લાગ્યા તેઓ તે સિક્કાને લઈને ત્યાંથી ભાગવા લાગ્યા.
સિક્કા નીકાળવા માટે હોડ લાગી
ગ્રામીણોમાં માટીમાંથી સિક્કા નીકાળવાની હોડ લાગેલી હતી. આ દરમિયાન ખોદકામ કરતી વખતે માટલા આકારનું વાસણ મજૂરોને મળ્યુ, જેમાં મોટી સંખ્યામાં સિક્કા ભરેલા હતા. મજૂરોએ જણાવ્યુ કે જેવી રીતે સિક્કાથી ભરેલુ માટલા આકારનું વાસણ મળ્યુ તો કોન્ટ્રાક્ટર ઉઠીને ત્યાંથી ભાગી ગયો અને નજીકની જ એક દુકાન પર પહોંચીને તેનું વજન કરાવ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો.
જાણકારી મળ્યા બાદ પ્રધાન ઘટના સ્થળે આવી ગયા અને તેમણે ઠેકેદાર વિરુદ્ધ કાર્યવાહી માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ખેતરમાં પ્રાચીન સમયના સિક્કા મળવા અને તેને કોન્ટ્રાક્ટર અને ગ્રામીણો દ્વારા લઈ જવાની જાણકારીથી પોલીસમાં ખળભળાટ મચી ગયો અને પોલીસ અધિકારી સાથે ગામમાં પહોંચી ગયા.
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ગામમાં ખેતરમાં ખોદકામ કરતી વખતે પ્રાચીન સમયના સિક્કા મળવાની જાણકારી મળી છે. આ સિક્કા મોહમ્મદ શાહ જફર શાસનકાળના જણાવાઈ રહ્યા છે. સિક્કા પર એક તરફ અરબી ભાષામાં અલ સુલ્તાને આજમ અલાઉદ્દીન અને આલ હી અબૂઅતર જફર મોહમ્મદ શાહ અલ સુલ્તાન લખેલુ છે. ટૂંક સમયમાં જ કોન્ટ્રાક્ટર, ગ્રામીણ અને મજૂરો પાસેથી સિક્કાને જપ્ત કરી સરકારી ખજાનામાં જમા કરાવવામાં આવશે.