Get The App

ભારતીય સૈન્ય થશે અપગ્રેડ, સરહદે રોબોટિક ખચ્ચર અને ડ્રોન વડે માલસામાનની અવર-જવર કરશે

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
ભારતીય સૈન્ય થશે અપગ્રેડ, સરહદે રોબોટિક ખચ્ચર અને ડ્રોન વડે માલસામાનની અવર-જવર કરશે 1 - image


Image: Facebook

Indian Army: ઈન્ડિયન આર્મી સરહદો પર ખાસ કરીને પહાડી વિસ્તારો પર ખચ્ચરોની મદદથી પોતાનો સામાન એકથી બીજા સ્થળે પહોંચાડે છે. હવે જાનવરો પર નિર્ભરતા ઓછી કરવા માટે રોબોટિક ખચ્ચરોનો સહારો લેવામાં આવશે. આ રોબોટિક ખચ્ચર જ ફોર્વર્ડ પોસ્ટ્સ પર જવાનો માટે સામાન લઈને જશે. 

આ સિવાય સેના લોજિસ્ટિક ડ્રોન્સ એટલે કે માલસામાનની અવર-જવર માટે ડ્રોન્સ ખરીદવા પર પણ વિચાર કરી રહી છે. જેથી અંતરિયાળ વિસ્તારોમાં અવર-જવર માટે ખર્ચ ઓછો થાય. સાથે જ ઝડપથી સામાન પહોંચી જાય. પહાડી વિસ્તારોમાં સેના જાનવરોથી ટ્રાન્સપોર્ટ કરાવવાનું કાર્ય હવે ટ્રક્સ, ઓલ-ટરેન વ્હીકલ્સ (ATV) અને રગ્ડ ટરેન વ્હીકલ્સ (RTV) થી કરી રહી છે.

ઊંચા દુર્ગમ પહાડો પર માલસામાનની અવર-જવર માટે ખચ્ચરોએ ઐતિહાસિક મદદ કરી છે. જેમ-જેમ માળખાગત વિકાસ થતો ગયો, જાનવરો દ્વારા પરિવહનમાં ઘટાડો થતો ગયો. તેના બદલે સેના હવે ATV અને RTV લઈ રહી છે. જાનવરોને કોઈ કષ્ટ પણ થતું નથી. હવે મશીની માલવાહકોમાં નવું નામ જોડાઈ શકે છે.

IISc બેંગ્લુરુ કરી રહ્યું છે આવા રોબોટિક ખચ્ચર બનાવવામાં મદદ

રોબોટિક ખચ્ચર કોઈ પણ પ્રકારના ઊંચા-નીચા રસ્તા પર ચાલી શકે છે. 70થી 80 કિલોગ્રામ વજન ઉઠાવી શકે છે. મોટા રોબોટ્સ લેવામાં આવ્યા તો તેમની ક્ષમતા વધુ હશે. હાલ જે રોબોટિક ખચ્ચરની ટ્રાયલ ચાલી રહી છે. તે 70-80 કિલોગ્રામ વજન ઉઠાવી લે છે. તેને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ બેંગલુરુ બનાવી રહ્યું હતું. 

સંપૂર્ણરીતે એડવાન્સ રોબોટિક ખચ્ચરની માગ, જે ઓટોમેટેડ હોય

આની પ્રોટોટાઈપનું આ વખતે ઉનાળામાં ટ્રાયલ કરવામાં આવ્યુ છે. સેનાએ ગત વર્ષે જાન્યુઆરીમાં 100 રોબોટિક ખચ્ચરોની જરૂરિયાત જણાવી હતી. આ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) પણ જારી કરી હતી. પ્રયત્ન એ છે કે આ રોબોટિક ખચ્ચર કોઈ સ્વદેશી કંપની માટે જાય. સેનાની માગ છે કે રોબોટિક ખચ્ચર એવા હોય જે કોઈ પણ પ્રકારના ટરેનમાં ચાલી શકે. જેમાં સેલ્ફ રિકવરી ક્ષમતા હોય એટલે કે પડવા પર ઉઠીને પાછા પોતાના રસ્તા પર ચાલી શકે. સાથે જ તેમાં કોઈ પણ પ્રકારના અવરોધ પાર કરવાની ઓટોમેટિક ક્ષમતા હોય.

કોઈ પણ પ્રકારના તાપમાનમાં કામ કરવાને લાયક હોય રોબોટિક ખચ્ચર

સૌથી ખાસ વાત એ છે કે રોબોટિક ખચ્ચર માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસથી 45 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપરના તાપમાન પર કામ કરી શકે. ઓછામાં ઓછા ત્રણ કલાક ચાલનારી બેટરી હોય. ઘણા દેશોમાં ઊંચાઈ પર જાનવરોના સ્થાને રોબોટિક ખચ્ચરોનો ઉપયોગ થઈ રહ્યો છે. જેથી માલસામાનની અવર-જવર સરળતાથી હોય. સેનાને આશા છે કે વર્ષ 2030 સુધી જાનવરો દ્વારા માલ-સામાનની અવર-જવરનું કામ 50થી 60 ટકા સુધી ઓછુ થઈ જશે. પરંતુ સરહદો પર જરૂરિયાત રહેશે.

ટૂંક સમયમાં જોવા મળશે આ માલસામાનની અવર-જવર કરનાર રોબોટ્સ

જાનવરો પાસે માલસામાનની અવર-જવરનું કામ ઓછો કરવાનો પ્રયત્ન સેના ઝડપથી કરી રહી છે. ટૂંક સમયમાં જ સેનાની સાથે આ રોબોટિક ખચ્ચર જોવા મળશે પરંતુ પહાડો પર અસલી જાનવરોની જરૂર પડશે જ કેમ કે સિક્કિમમાં જ્યારે ગઈ વખતે વાદળ ફાટ્યા હતાં. રસ્તા ગાયબ થઈ ગયા હતા. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ઉડી શક્યા નહોતા ત્યારે ખચ્ચરોએ મદદ કરી. મશીનની મદદથી સેના એડવાન્સ થઈ શકે છે પરંતુ ચરમ પરિસ્થિતિઓમાં જાનવરોની જરૂર પડશે.


Google NewsGoogle News