ભારતમાં અહીં દેખાયો 'હેરી પોટર' વાળો લીલા રંગનો સાપ, દુનિયાના સૌથી ઝેરી સાપોમાં છે સામેલ
Image: Facebook
Salazar Pit Viper: આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં સાલાજાર પિટ વાઈપર મળી આવ્યો છે. જેને હોલિવૂડ ફિલ્મ હેરી પોટરમાં બતાવવામાં આવ્યો હતો. જોકે તેમાં તેનું નામ સાલાજાર સ્લિથેરિન હતું. પિટ વાઈપર વિશ્વના સૌથી ઝેરીલા સાપ પૈકીનો એક હોય છે. તેની આંખ અને નાકની વચ્ચે હીટ-સેન્સિંગ પિટ અંગના કારણે તેને ઓળખી શકાય છે.
કાઝીરંગા નેશનલ પાર્કમાં દરેક સિઝનમાં નવી પ્રજાતિઓના જીવોની શોધ થાય છે. આ પિટ વાઈપર રાજમાર્ગ પર બતાવવામાં આવ્યો હતો. સતત વધતી જૈવ પ્રજાતિઓના કારણે કાજીરંગા નેશનલ પાર્ક એક શાનદાર પર્યટન સ્થળમાં બદલતું જઈ રહ્યું છે. ત્યાં 24થી વધુ ઉભયજીવી અને 74થી વધુ સાપ-ગરોળીઓની પ્રજાતિઓ રહે છે.
સાલાજાર પિટ વાઈપર કાજીરંગામાં શોધવામાં આવેલી એક નવી પ્રજાતિ છે. તેનું શરીર ચમકતું લીલું છે. માથા પર લાલ-નારંગી પટ્ટાઓ છે. આ પહેલા આ પ્રજાતિને અરુણાચલ પ્રદેશમાં જોવામાં આવી હતી. સાલાજાર સ્લિથેરિનથી મળતું હોવાના કારણે તેનું નામ સાલાજાર પિટ વાઈપર રાખવામાં આવ્યુ. પૂર્વોત્તર રાજ્યમાં એક વર્ષથી ઓછા સમયમાં આ સરિસૃપોની પાંચમી પ્રજાતિ શોધવામાં આવી છે.
સુંદર લીલા રંગનું શરીર... તેની પર અલગ-અલગ રંગોના પટ્ટાઓ
તેની મહત્તમ લંબાઈ 1.60 ફૂટ સુધી હોય છે. આ લીલા રંગના હોય છે પરંતુ શરીર પર લાલ, નારંગી, પીળા અને ગોલ્ડ કલરના માર્કિંગ હોય છે. માથું ઘાટ્ટા લીલા રંગનું હોય છે. તેની શોધ વિશે બેંગ્લુરુના નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી અને અન્ય સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલી આ શોધને જ્યુસિસ્ટ મેટ્રિક્સ અને ઇવોલ્યુશનમાં પ્રકાશિત કરવામાં આવી છે.
કાજીરંગામાં ઘણા પ્રકારના જીવોનો નિવાસ, વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ
કાઝીરંગા નેશનલ પાર્ક ઘાસિયા મેદાનો, કાદવ કીચડ અને પૂરના મેદાનો તેમજ ઢોળાવની અનોખી વિશેષતાઓ ધરાવતું અનોખું જંગલ છે. 1,307 વર્ગ કિ.મીમાં ફેલાયેલા આ નેશનલ પાર્કમાં સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, ઉભયજીવીઓ અને સરિસૃપો માટે એક આદર્શ નિવાસસ્થાન છે. જેને ભારતના સૌથી મહત્વપૂર્ણ વન્યજીવ પર્યટન સ્થળમાંથી એક માનવામાં આવે છે. તેને યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ માનવામાં આવે છે.