કેન્દ્રમાં સરકાર બની ગઈ હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા આ પક્ષ સાથે સંબંધ તોડી શકે છે ભાજપ, જાણો કારણ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
કેન્દ્રમાં સરકાર બની ગઈ હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા આ પક્ષ સાથે સંબંધ તોડી શકે છે ભાજપ, જાણો કારણ 1 - image


Image: Twitter

Maharashtra Politics: 2024 લોકસભા ચૂંટણીમાં સિંગલ ડિજિટમાં સમેટાયેલી ભાજપ વિધાનસભા ચૂંટણીથી પહેલા અજિત પવાર સાથે સંબંધ તોડી શકે છે. પાર્ટી મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતાવાળી શિવસેનાની સાથે રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે. અજિત પવારની તરફથી એક તરફ 80 બેઠકોની માગ કરવામાં આવી છે તો બીજી તરફ ભાજપનું એક મોટું જૂથ અજિત પવારને મહાયુતિમાં રાખવાના પક્ષમાં નથી. અજિત પવારને જ્યારે મહાયુતિ (ગ્રાન્ડ અલાયન્સ) લાવવામાં આવ્યા હતા, ત્યારે પણ અમુક નેતાઓએ તેને યોગ્ય નિર્ણય માન્યો નહોતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં છપાયેલા લેખમાં ભાજપની હાર માટે અજિત પવાર સાથે ગઠબંધનને મોટું કારણ જણાવાયું છે. તે બાદ હવે શક્યતા વધી ગઈ છે કે ભાજપ વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારની અધ્યક્ષતાવાળી એનસીપીથી સંબંધ તોડી લે. 2019ની ચૂંટણીમાં ભાજપ વિધાનસભાની 152 બેઠકો પર ચૂંટણી લડી હતી. ત્યારે તેણે ઉદ્ધવની અધ્યક્ષતાવાળી શિવસેના માટે 124 બેઠકો છોડી હતી. એનડીએના બાકી સહયોગીઓને 12 બેઠકો મળી હતી.

સમર્થનમાં BJP-RSSના કાર્યકર્તા નીકળ્યા નહીં

આજીવન આરએસએસ કાર્યકર્તા રહેલા રતન શારદાએ ઓર્ગેનાઈઝરમાં પોતાના લેખમાં કહ્યું કે અજીતની સાથે ગઠબંધન કરવાથી ભાજપની બ્રાન્ડ વેલ્યૂ ઓછી થઈ ગઈ અને આ કોઈ અંતર વિના માત્ર એક પાર્ટી બની ગઈ. અજીતના આવવાથી પક્ષ ભ્રષ્ટાચારના મોર્ચે અવાજ ઉઠાવી શક્યો નહીં. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 23 બેઠકો મળી હતી. તે બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પોતાના દમ પર 105 બેઠકો મળી હતી. ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. 2024 લોકસભા ચૂંટણીની હાર બાદ ભાજપ આત્મમંથનની મુદ્રામાં છે. એ પણ સામે આવ્યું છે કે અજિત પવારને મહાયુતિમાં લેવાના કારણે ભાજપ અને આરએસએસનું એક મોટું કેડર પ્રચાર માટે નીકળ્યું નહીં. એનસીપી વાળી બેઠકો પર એ સ્પષ્ટ રીતે જોવા મળ્યું. દરમિયાન જો ભાજપ વિધાનસભા ચૂંટણીમાં જો અજિત પવારને સાથે રાખે છે તો કાર્યકર્તા ફરીથી નિષ્ક્રિય રહી શકે છે. એવી સ્થિતિમાં ભાજપને નુકસાન થશે.

ભાજપ આત્મમંથનમાં 

એક રિપોર્ટ અનુસાર ભાજપ નેતૃત્વ આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં અજિતની સાથે કોઈ સમાધાન ન થવાના પ્રભાવ પર વિચાર-વિમર્શ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જો આપણી પાર્ટી અજિતને છોડીને વિધાનસભા ચૂંટણીમાં શિંદેની સાથે આગળ વધે છે, તો એવું લાગી શકે છે કે ભાજપે અજિતનો ઉપયોગ કર્યો અને બાદમાં તેને ફેંકી દીધા. આ ઉપયોગ કરો અને ફેંકોની નીતિ ઉલટી પણ પડી શકે છે, પરંતુ બીજી તરફ ભાજપને એ લાગી રહ્યું છે કે અજિતને સહયોગી બનાવી રાખવા ફાયદાકારક હોઈ શકે નહીં. અજિત પવારની અધ્યક્ષતાવાળી એનસીપી ચાર બેઠકો પર ચૂંટણી લડીને 1 બેઠક પર જીતી છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર પણ ચૂંટણી હાર્યા છે. એટલું જ નહીં અજિત પવાર જે વિધાનસભા (બારામતી) વિસ્તારથી છેલ્લા 33 વર્ષથી ધારાસભ્ય છે. ત્યાં પણ તેમની પત્ની સૌથી વધુ માર્જિનથી પાછળ રહ્યાં.


Google NewsGoogle News