Get The App

બાથરૂમમાં ગીઝર ફાટતાં યુવતીનું નિધન, પાંચ જ દિવસ અગાઉ થયા હતા લગ્ન

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
બાથરૂમમાં ગીઝર ફાટતાં યુવતીનું નિધન, પાંચ જ દિવસ અગાઉ થયા હતા લગ્ન 1 - image


Image: X

Girl Died After the Geyser Burst: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક નવપરિણીતાનું બાથરૂમમાં નહાતી વખતે ગીઝર ફાટવાથી મોત નીપજ્યુ. લગ્ન કરીને પાંચ દિવસ પહેલા જ તે પોતાના સાસરી આવી હતી પરંતુ આ દરમિયાન સવાર-સવારમાં નહાતી વખતે તેની સાથે દર્દનાક દુર્ઘટના ઘટી. આ ઘટનાથી પરિવારમાં શોક વ્યાપી ગયો. પિયરથી મૃતકના પરિજવારજનો સાસરી પહોંચી ગયા. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બરેલીના મીરગંજ વિસ્તારની છે. જ્યાં એક નવપરિણીતાનું બાથરૂમમાં નહાતી વખતે ગીઝર ફાટવાથી મૃત્યુ થયુ. ગીઝર બ્લાસ્ટ થતાં જ ઘરમાં હડકંપ મચી ગયો. આસપાસના લોકો એકત્ર થઈ ગયા. જ્યાં સુધી દુલ્હનને હોસ્પિટલ લઈ જવામાં આવતી ત્યાં સુધી તેનું મોત નીપજી ગયુ હતુ. જેવી જ તેની માહિતી પિયરના લોકોને મળી તો તેઓ તાત્કાલિક પુત્રીના સાસરે દોડી આવ્યા.

22 નવેમ્બરે થયા હતા લગ્ન, 27 એ મોત

બરેલીના ભોજીપુરા વિસ્તારના એક ગામમાં રહેતાં દીપકના લગ્ન 22 નવેમ્બરે બુલંદશહરના રહેવાસી સૂરજપાલની પુત્રી દામિની સાથે થયા હતા. ગત બુધવારે દામિની દરરોજની જેમ નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી પરંતુ મોડી રાત સુધી બહાર નીકળી નહીં. જેની પર પરિવારના લોકોને શંકા ગઈ. પતિ દીપકે દામિનીને ઘણી વખત બૂમ પાડી પરંતુ દામિનીએ તો દીપકની વાતનો જવાબ આપ્યો નહીં અને બાથરૂમનો દરવાજો પણ ખોલ્યો નહીં. આખરે પરિવારના લોકોએ બાથરૂમનો દરવાજો તોડ્યો તો અંદરનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયા. ગીઝર બ્લાસ્ટથી દામિની ઈજાગ્રસ્ત સ્થિતિમાં મૃત્યુ પામી. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભયંકર અકસ્માત, બાઇકને બચાવવા જતાં બસ પલટી, 10થી વધુના કમકમાટીભર્યા મોત

અચાનક ગીઝર ફાટ્યુ અને જીવ ગુમાવ્યો

બાથરૂમમાં ઘૂસતાં જ પરિવારજનોએ જોયું કે પુત્રવધૂ દામિની જમીન પર બેભાન સ્થિતિમાં પડી છે અને બ્લાસ્ટ બાદ ગીઝર નુકસાનગ્રસ્ત થઈ ગયુ છે. સ્થિતિ જોઈને તેના હોશ ઉડી ગયા, તેણે મોડું કર્યાં વિના દામિનીને હોસ્પિટલ પહોંચાડી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. તે બાદ પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસે મૃતદેહને કબ્જામાં લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. સાસરિયાઓએ જણાવ્યું કે દુલ્હને જ્યારે ઘણા સમય સુધી બાથરૂમનો ગેટ ખોલ્યો નહીં તો અમે લોકો ગભરાઈ ગયા. તમામે દામિનીને ખૂબ બૂમો પાડી પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહીં અને કોઈ જવાબ પણ આપ્યો નહીં. દુર્ઘટનાની આશંકાએ દરવાજો તોડવામાં આવ્યો તો દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા.

ગીઝર ફાટવાના કારણ

1. ઘણા સમય સુધી ગીઝર ચાલુ રાખવાથી આ ઓવરહીટ થઈ જાય છે અને પ્રેશર વધી જાય છે.

2. ગીઝરમાં પ્રેશર રિલીઝ કરવા માટે વાલ્વ હોય છે પરંતુ જો તેમાં કોઈ ગડબડી હોય તો તેનું પરિણામ બ્લાસ્ટ, લીકેજ હોઈ શકે છે. 

3. પાવર ઈન્ડિકેટરની તપાસ જરૂરી છે. લાંબા સમય સુધી ગીઝરને ઓન કરીને રાખવા પર તેના બ્લાસ્ટ થવાની શક્યતા હોય છે.

4. ગીઝરનું થર્મોસ્ટેટ ખરાબ થઈ જાય, તો ગીઝરને ખબર પડતી નથી કે તેને પાણીને કયા તાપમાન સુધી ઉકાળવાનું છે. આનાથી ગીઝરમાં દબાણ વધતું રહેશે અને એક સમય આવવા પર ગીઝર ફાટી જશે.

ગીઝર ફાટવાની ઘટના પર ઈલેક્ટ્રોનિક એન્જિનિયર શુભમ દીક્ષિતે જણાવ્યું કે ગીઝર બ્લાસ્ટનું કારણ ગેસનું યોગ્યરીતે લીકેજ ન થવું કે પછી ગેસનું ઈગ્નિટર ખરાબ થવું હોઈ શકે છે. જેનાથી ગેસ વારંવાર લીક થતો રહે છે અને જેવું તેને ક્યાંકથી તણખલું મળે છે તે આગ પકડી લે છે. ઘણી વખત બાથરૂમનો દરવાજો બંધ હોવાના કારણે ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થઈ જાય છે. તેથી ગીઝર વાળા બાથરૂમમાં વેન્ટિલેશનનું હોવું ખૂબ જરૂરી છે. શિયાળામાં ગેસ ગીઝરનો ઉપયોગ સાવધાનીથી કરો.


Google NewsGoogle News