ભારતમાં 4 કલરના પાસપોર્ટ, વ્હાઈટ છે સૌથી શક્તિશાળી, ધોરણ 10 સુધીના માટે ઓરેન્જ પાસપોર્ટ, જાણો તમામ ડિટેઈલ્સ

પાસપોર્ટના વિવિધ પ્રકારો છે જે વિશેષ અથવા કોઈ લાભ ધરાવે છે

તમારી પાસેના પાસપોર્ટના શું ફાયદાઓ છે તે જાણો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ભારતમાં 4 કલરના પાસપોર્ટ, વ્હાઈટ છે સૌથી શક્તિશાળી, ધોરણ 10 સુધીના માટે ઓરેન્જ પાસપોર્ટ, જાણો તમામ ડિટેઈલ્સ 1 - image


Types of Indian Passport: વિદેશમાં ટ્રાવેલ કરવા માટે સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ પાસપોર્ટ છે. પરતું પાસપોર્ટ એ માત્ર એક ડોક્યુમેન્ટ નથી પરંતુ પાસપોર્ટ ધારકની એક ઓળખ છે. વિદેશ મંત્રાલયના The Passport Act of 1967 મુજબ ચાર કલરના પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ વિવિધ પ્રકારો વિશેષ અથવા તો કોઈ લાભ સાથે ધરાવે છે. તો આજે તમને જણાવીશું વિવિધ પાસપોર્ટ અને તેના ફાયદાઓ વિશે. 

બ્લુ પાસપોર્ટ

બ્લુ કલરનો પાસપોર્ટ સામાન્ય માણસ માટે ઇસ્યુ કરવામાં આવે છે. આ પાસપોર્ટ ઇમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓને સામાન્ય માણસ અને ઉચ્ચ હોદ્દા ધરાવતા ભારતના સરકારી અધિકારીઓ વચ્ચે તફાવત કરવા સક્ષમ બનાવે છે. આ પાસપોર્ટ વિદેશી ઓથોરીટીને સરકારી અધિકારી અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર સ્પષ્ટ કરે છે. આ Type-P પાસપોર્ટ કહેવાય છે જેમાં Pનો મતલબ પર્સનલ થાય છે. 

વ્હાઈટ પાસપોર્ટ 

વ્હાઈટ કલરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટમાંનો એક છે. આ પાસપોર્ટ સરકારી અધિકારીઓને જારી કરવામાં આવે છે. જમા વિદેશમાં સેવા આપતા ભારતીય સશસ્ત્ર બળના સદસ્યોનો સમાવેશ થાય છે. જેઓ સત્તાવાર કામ માટે ફોરેન ટ્રાવેલ કરી રહ્યા છે, તે પણ વ્હાઈટ પાસપોર્ટ હોલ્ડર છે. જ્યારે આ પાસપોર્ટ માઈગ્રેશન અને કસ્ટમ અધિકારીઓ માટે એક સરકારી અધિકારી તરીકેની ઓળખ આપે છે. તેમને યોગ્ય સેવાઓ મળી રહે છે. વ્હાઈટ પાસપોર્ટ Type-Sમાં આવે છે, જેનો મતલબ થાય છે સેવા. 

રેડ પાસપોર્ટ

રેડ પાસપોર્ટ ભારતીય  ડિપ્લોમેટસ, સંસદ સભ્યો, કેન્દ્રીય મંત્રીપરિષદના સભ્યો, IAS-IPS જેવા ઉચ્ચ સરકારી પદાધિકારીને ઇસ્યુ કરવામાં આવે છે. આ પ્રકારના પાસપોર્ટ ઓફિસર્સને ફોરેન ટુરમાં મદદરૂપ સાબિત થાય છે. તેમને વિદેશમાં આ પાસપોર્ટના કારણે સરળતાથી કોઈપણ સુવિધાઓ મળી રહે છે. તેમજ આવા ડિપ્લોમેટિક પાસપોર્ટ હોલ્ડરને સરળતાથી અને સામાન્ય લોકો કરતા ઝડપી ઇમિગ્રેશન થઇ શકે છે. રેડ પાસપોર્ટને Type-D પાસપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે જેનો મતલબ ડિપ્લોમેટિક થાય છે.

ઓરેન્જ પાસપોર્ટ

ઓરેન્જ પાસપોર્ટ 2018થી ભારતીય નાગરિકો માટે જારી કરવામાં આવ્યો હતો. આ પાસપોર્ટ અન્ય પાસપોર્ટથી એકદમ અલગ દેખાય છે. ઓરેન્જ કલર એટલા માટે છે કે તે એવા લોકોને ઓળખવા માટે છે કે જેમણે ધોરણ 10થી આગળ અભ્યાસ કર્યો નથી. રેગ્યુલર પાસપોર્ટની જેમાં આમાં છેલ્લા પેઈજ પર આપેલી વિગતો જોવા મળશે નહિ. આ લોકો કે જેઓ શૈક્ષણિક રીતે લાયક નથી તેઓ ECR (ઇમિગ્રેશન ચેક રીક્વાયર્ડ) કેટેગરીમાં આવે છે.


Google NewsGoogle News