Get The App

'શીશમહેલ'ને પર્યટન સ્થળ બનાવાશે: દિલ્હીના બજેટમાં મફત લેપટોપ, યમુના સફાઇ સહિત 5 મોટી જાહેરાત

Updated: Mar 25th, 2025


Google News
Google News
'શીશમહેલ'ને પર્યટન સ્થળ બનાવાશે: દિલ્હીના બજેટમાં મફત લેપટોપ, યમુના સફાઇ સહિત 5 મોટી જાહેરાત 1 - image


Delhi Budget 2025: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (25મી માર્ચ) દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સુવિધાઓ પર રહેશે. આ દરમિયાન સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે, 'આજનો દિવસ ઐતિહાસિક છે. આ કોઈ સામાન્ય બજેટ નથી. દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે. આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે. દિલ્હીનું બજેટ છે જે છેલ્લા દસ વર્ષથી ખરાબ હાલતમાં છે. આ વખતે દિલ્હી સરકારનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા 31.5 ટકા વધુ છે.'

શીશમહેલ બનશે પર્યટન સ્થળ

દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, 'પર્યટન, કલા, ભાષા અને સંસ્કૃતિ માટે 117 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પાછલા બજેટ કરતાં બમણું છે. સોનિયા વિહારમાં બોટિંગ કરવામાં આવશે. નવી પેઢીને દિલ્હી સાથે જોડવા માટે 25 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેના માટે 30 કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યટન સ્થળમાં શીશમહેલને સમાવવામાં આવશે.'

વિદ્યાર્થીઓને લેપટોપનું વિતરણ કરવામાં આવશે

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, 'બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 100 સરકારી શાળાઓમાં વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે, આ માટે 21 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 1.5 કરોડના ખર્ચે બાળકોને આર્ટ ઓફ લિવિંગ શીખવશે. 7000 વર્ગોને સ્માર્ટ વર્ગો બનાવવામાં આવશે. ધોરણ 10થી 11 સુધીના 1200 બાળકોને 7.5 કરોડ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવામાં આવશે. ફાઉન્ડેશન પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ માટે 618 કરોડ રૂપિયા, નરેલામાં શિક્ષણ કેન્દ્ર બનાવવા માટે 500 કરોડ રૂપિયા અને ITI માટે 20 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.'

મહિલાઓને સમાન વેતન માટે 5100 કરોડ રૂપિયાની જોગવાઈ

દિલ્હીના બજેટમાં મહિલાઓને સમાન વેતન આપવા માટે 5100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માતૃત્વ યોજના માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

500 કરોડ ના ખર્ચે સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવશે

સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સમારકામ 500 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે, જેમાંથી 250 કરોડ રૂપિયાનો ઉપયોગ જૂની લાઇનના સમારકામ માટે કરવામાં આવશે. નજફગઢ ડ્રેનના નવીનીકરણ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ છે. મુનક કેનાલને 200 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઈપલાઈનમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલમાં, હરિયાણાથી ખુલ્લામાં પાણી આવે છે.

આ પણ વાંચો: ભારતને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપશે અમેરિકા? વેપાર સમજૂતી માટે દિલ્હી આવી રહ્યા છે અધિકારીઓ

આ ઉપરાંત યમુનાની સપાઈ માટે 500 કરોડ રૂપિયાના ખાર્ચે 40 ડીસેન્ટરલાઈઝ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાશે,જેનાથી યુમાનની સફાઈ કરી શકાય.  40 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક મશીનો લગાવવામાં આવશે. ભારત સરકાર પાસેથી 2000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય માંગવામાં આવી છે.

5000થી વધુ નવી ઈલેક્ટ્રિક બસો લાવશે

દિલ્હીમાં જાહેર પરિવહન માટે 2152 ઇલેક્ટ્રિક બસો છે. 2025-26માં 5000થી વધુ નવી ઈલેક્ટ્રિક બસ ઉમેરવામાં આવશે. મેટ્રો માટે 2,929 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, અમે અમારો હિસ્સો આપીશું અને આગામી તબક્કાની તૈયારી કરીશું. શહેરી પરિવહન માટે 1000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે અને દિલ્હી પરિવહન માટે 12952 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

'શીશમહેલ'ને પર્યટન સ્થળ બનાવાશે: દિલ્હીના બજેટમાં મફત લેપટોપ, યમુના સફાઇ સહિત 5 મોટી જાહેરાત 2 - image

Tags :