Get The App

'લડાઈ મંત્રીપદની નહીં, અસ્મિતાની છે...', દિગ્ગજ નેતા બળવાના મૂડમાં, મહાયુતિનું ટેન્શન વધાર્યું

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
Mahayuti


Chhagan Bhujbal Raised Tension For Mahayuti: મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ ન કરવા બદલ એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ નારાજ થયા છે. ભુજબળે મંત્રી પદ મેળવવા માટેની જીદ કરતાં જ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. છગન ભુજબળે આ લડાઈ મંત્રીપદની નહીં, પણ અસ્મિતાની હોવાનું જણાવતાં મહાયુતિ માટે ટેન્શન વધ્યું છે.

છગન ભુજબળે બુધવારે પોતાના મત વિસ્તાર નાસિકના યેવલામાં સમર્થકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સમતા પરિષદના કાર્યકરો અને ઓબીસી સમાજના લોકો સામેલ થયા હતા. જેમાં સ્પષ્ટતા કરી હતી કે, તે મંત્રી પદ માટે લડશે.

‘આપણે સૌએ સાથે મળી નિર્ણય લેવો પડશે’

ભુજબળે જણાવ્યું હતું કે, 'આપણે એ લોકો છીએ, જેમણે શૂન્યથી સર્જન કર્યું છે. અમે ફરીથી લડીશું, આ લડાઈ મંત્રી પદ માટે નહીં, પણ ઓળખ માટે છે. અનેક મંત્રાલયોમાં કામ કર્યું છે, અને 40થી વધુ વર્ષથી કામ કરી રહ્યા છીએ. આ લડાઈ આપણી છે. આપણે સૌએ સાથે મળીને આ પદ માટે લડવુ પડશે. યેવલા-લાસલગાંવ વિધાનસભા ક્ષેત્રના તમામ લોકોએ ખૂબ મહેનત કરી પાંચમી વખત મને તક આપી છે. આપણે વિસ્તારના વિકાસ માટે કામ કરવુ પડશે.'



યેવલાના લોકોને વધુ પાણી આપવાનું વચન

વધુમાં ભુજબળે કહ્યું કે, ‘અમે મંજરપાડાના માધ્યમથી યેવલાના લોકોને વધુ પાણી આપવાનું વચન આપ્યું હતું. અને તેને ભવિષ્યમાં પૂર્ણ કરીશું. અમે વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. યેવલા-લાસલગાંવની સાથે મળી વિકાસના કાર્યો ઝડપથી પૂરા કરીશું.’

શું હું તમારા હાથનું રમકડું છુઃ ભુજબળ

છગન ભુજબળે અજિત પવાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'શું હું તમારા હાથનું રમકડું છું. શું તમને લાગે છે કે, તમે ઈચ્છો ત્યારે હું ઉભો થઈશ અને તમે ઈચ્છો ત્યારે બેસી જઈશ?'ઉલ્લેખનીય છે, અજિત પવાર અને શરદ પવાર વચ્ચે બળવો થતાં છગન ભુજબળ અજિત પવારના સૌથી મોટા રહ્યા હતા. જો કે, અજિત પવારે તેમને મંત્રી પદ ન આપતાં ભુજબળ નારાજ થયા છે. અને પોતાને અપમાનિત કર્યો હોવાની લાગણી અનુભવી રહ્યા છે.

'લડાઈ મંત્રીપદની નહીં, અસ્મિતાની છે...', દિગ્ગજ નેતા બળવાના મૂડમાં, મહાયુતિનું ટેન્શન વધાર્યું 2 - image


Google NewsGoogle News