પુલવામા હુમલાની આજે પાંચમી વરસી, જવાનોની શહીદીના સ્મરણો તાજા થયા

14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર હુમલો થયો હતો

ભારતીય વાયુસેનાએ વળતા જવાબમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
પુલવામા હુમલાની આજે પાંચમી વરસી, જવાનોની શહીદીના સ્મરણો તાજા થયા 1 - image


Pulwama Attack 5th Anniversary : કાશ્મીરના પુલવામામાં 2019ની 14મી ફેબ્રૂઆરીએ સી.આર.પી.એફ. (સેન્ટ્રાલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ ગોઝારા હુમલાની આજે પાંચમી વરસી છે. 

ભારતીયો ક્યારે ન ભૂલી શકે તેવો દિવસ

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 2019ની 14મી ફેબ્રૂઆરીએ 2,500 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો 78 વાહનોના કાફલામાં નેશનલ હાઈવે 44 દ્વારા જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા, ત્યારે વિસ્ફોટકો ભરેલી એક કારે કાફલને આંતર્યો હતો અને તરત જ તે કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ આતંકી હુમલામાં સી.આર.પી.એફ.ના 40 જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલામાં શહીદ થયેલા બહાદુર સીઆરપીએફના જવાનોની યાદમાં ભારતીયો દ્વારા 14 ફેબ્રુઆરીને 'બ્લેક ડે' તરીકે મનાવવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે હુમલા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સહિતના આતંકીઓ આ હુમલાના માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું.

હુમલાના વળતા જવાબમાં ભારતે ભણાવ્યો પાઠ

ભારતે પુલવામામાં ઘટના બાદ આંતકવાદીઓને પાઠ ભણવા આક્રમક વલણ લીધું હતું.  26 ફેબ્રુઆરી 2019ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા દ્વારા આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. 27 ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની વાયુસેના ભારતને જવાબ આપવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને હવાઈ હુમલો કરે છે. જવાબમાં ભારતીય વાયુસેના પણ ઉતરે છે. જો કે આ દરમિયાન ભારતીય મિગ-21 પાકિસ્તાની સેનાના હુમલામાં આવે છે અને પાકિસ્તાનમાં પડી જાય છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ મિગ-21ના પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધા હતા. 1 માર્ચ, 2019 ના રોજ, અમેરિકા અને અન્ય દેશોના દબાણને કારણે, પાકિસ્તાની સેનાએ અભિનંદન વર્ધમાનને મુક્ત છોડી દીધા હતા.

પુલવામા હુમલાની આજે પાંચમી વરસી, જવાનોની શહીદીના સ્મરણો તાજા થયા 2 - image


Google NewsGoogle News