Get The App

અંધવિશ્વાસનો ચોંકાવનારો કિસ્સોઃ સાત દિવસ ભૂખ્યાં-તરસ્યાં સાધના કરી, 2 ભાઈનાં મોત, અન્ય હોસ્પિટલ ભેગા

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
અંધવિશ્વાસનો ચોંકાવનારો કિસ્સોઃ સાત દિવસ ભૂખ્યાં-તરસ્યાં સાધના કરી, 2 ભાઈનાં મોત, અન્ય હોસ્પિટલ ભેગા 1 - image


Image: X

Superstition Case in Sakti: છત્તીસગઢના સક્તી જિલ્લામાં સાત દિવસથી ભૂખ્યા-તરસ્યા સાધના કરી રહેલા પરિવારના બે સગા ભાઈઓના ગુરુવારે મોત નીપજ્યા. પરિવારના અન્ય ચાર લોકો હોસ્પિટલમાં દાખલ છે. પોલીસના જણાવ્યા અનુસાર બારદ્વાર પોલીસ સ્ટેશનના તાંદુલડીહ ગામના ગોંડ પરિવારના છ સભ્ય છેલ્લા અમુક દિવસોથી ઘરેથી બહાર આવ્યા નહોતા. 

હોસ્પિટલ લઈ જવા પર બંને ભાઈઓને મૃત જાહેર કરી દેવાયા

ગુરુવારે પાડોશીઓએ તેમના ઘરેથી જોર-જોરથી જયકારાનો અવાજ સાંભળ્યો તો પોલીસ હેલ્પલાઈનને માહિતી આપી. ઘરની અંદર વિકાસ ગોંડ, વિક્કી ગોંડ બેભાન અવસ્થામાં જોવા મળ્યા. બંનેની માતા, એક બાઈ અને બે બહેનો જય ગુરુદેવનો જાપ કરી રહ્યા હતા. હોસ્પિટલ લઈ જવા પર બંને ભાઈઓને મૃત જાહેર કરી દેવાયા. પરિવારના અન્ય સભ્યોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: અંધવિશ્વાસની ભેટ ચઢ્યાં 2 બાળકો, માતા-પિતાએ કરી ભૂલ, પછી 15 કિ.મી. મૃતદેહ ઊંચકી ચાલ્યાં

ઉજ્જૈનના એક બાબાની તસવીરને સામે મૂકીને સાધના કરી રહ્યો હતો પરિવાર

પોલીસે જણાવ્યું કે ગોંડ પરિવાર ઉજ્જૈનના એક બાબાની તસવીરને સામે મૂકીને સાધના કરી રહ્યો હતો. પરિવારના સભ્યોનો વ્યવહાર વિક્ષિપ્તોની જેમ હતો. એસડીઓપી મનીષ કુંવરે જણાવ્યું કે એફએસએલની ટીમે ઘટના સ્થળેથી અમુક સેમ્પલ લીધા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ જ મોતના કારણની જાણ થઈ શકશે.


Google NewsGoogle News