ચૂંટણીપંચે સ્વીકારી પોતાની ભૂલ, મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં ગરમીને લઈ કહી આ વાત

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
ચૂંટણીપંચે સ્વીકારી પોતાની ભૂલ, મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં ગરમીને લઈ કહી આ વાત 1 - image


Image: Facebook

Election Commission of India: ભારતીય ચૂંટણી પંચે ભીષણ ગરમીની વચ્ચે ચૂંટણી કરાવવાને ભૂલ માની છે. સાથે જ એ પણ સ્વીકાર કર્યો છે કે ચૂંટણી ગરમીની સીઝનમાં ન કરાવવી જોઈએ. ખાસ વાત એ છે કે પંચે 7 તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. 19 એપ્રિલથી 1 જૂન સુધી લગભગ 45 દિવસ સુધી ચાલી હતી. લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે.

7 તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરીના એક દિવસ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે લોકસભા ચૂંટણી સંબંધિત સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે આ ચૂંટણીથી સૌથી મોટી શીખ એ મળી કે આ પ્રક્રિયા ગરમીના પહેલા પૂરી થવી જોઈએ. ખાસ વાત છે કે શરૂઆતી તબક્કામાં થયેલા ઓછા મતદાનનું એક કારણ ગરમીને પણ માનવામાં આવ્યું હતું. 

કોંગ્રેસ નેતાના આરોપોના જવાબ

સોમવારે કુમારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશના આરોપોનો પણ જવાબ આપ્યો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 150 કલેક્ટરોને કોલ કર્યો હતો. સીઈસીએ કહ્યું, '... શું તે તમામ (DM/રિટર્નિંગ અધિકારીઓ) ને કોઈ અસર કરી શકે છે. અમને જણાવો કે આવું કોણે કર્યું છે. અમે તે વ્યક્તિને સજા આપીશું, જેણે આવું કર્યું છે.... તમે બધા પર શંકા કરો અને અફવા ફેલાવો, તે યોગ્ય નથી.

ભારતે બનાવ્યો રેકોર્ડ

કુમારે કહ્યું કે ભારતે લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદાતાઓની ભાગીદારીની સાથે વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યાં. રાજીવ કુમારે કહ્યું કે વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયામાં 68,000થી વધુ દળ અને દોઢ કરોડથી વધુ મતદાન તથા સુરક્ષા કર્મચારી સામેલ રહ્યાં.

મીમ અંગે નિશાન સાધ્યું

ચૂંટણી પંચને સોશિયલ મીડિયા પર અમુક મીમમાં લાપતા જેન્ટલમેન નામ આપ્યાના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, અમે હંમેશા અહીં હતા, ક્યારેય મિસિંગ રહ્યાં નથી. તેમણે કહ્યું, હવે મીમ બનાવનાર કહી શકે છે કે લાપતા જેન્ટલમેન પાછા આવી ગયા છે.


Google NewsGoogle News