Get The App

રાહુલ- અખિલેશની જોડી યુપીમાં 'ડબલ એન્જીન' સરકારને ભારે પડી

ઉત્તરપ્રદેશના પરિણામો ભાજપ માટે ખૂબજ ચોંકાવનારા સાબીત થયા છે

ઉત્તરપ્રદેશમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતા ખૂબ નબળું રહયું છે

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
રાહુલ- અખિલેશની જોડી યુપીમાં 'ડબલ એન્જીન' સરકારને ભારે પડી 1 - image


નવી દિલ્હી,4 જુન,2024,મંગળવાર 

ઉત્તરપ્રદેશના પરિણામો ભાજપ માટે ખૂબજ ચોંકાવનારા સાબીત થયા છે. સૌથી વધુ ૮૦ બેઠકો ધરાવતા રાજય પાસે કેન્દ્રની સત્તાની ચાવી હોવાનું માનવામાં આવે છે. ગત ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપને ૬૨ બેઠકો મળી હતી. જયારે વર્તમાન લોકસભા ચુંટણીના એકઝિટ પોલમાં ભાજપને યુપીમાં ૭૫ થી ૭૭ બેઠકો મળશે તેવો દાવો કરવામાં આવતો હતો, અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતા ઉતરપ્રદેશ ભગવા રંગે રંગાઇ ગયું હતું. 

વર્તમાન લોકસભા ચુંટણીની મત ગણતરીના વરતારા મુજબ કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન ૮૦ માંથી ૪૪ બેઠકો પર સરસાઇ મેળવી હતી જેમાં સમાજવાદી પાટીર્ની ૩૮ અને કોંગ્રેસની ૬ બેઠકોનો સમાવેશ થતો હતો. આમ રાહુલ અને અખિલેશની જોડી યુપીમાં 'ડબલ એન્જીન' સરકારને ભારે પડી હતી. ગત ચુંટણીમાં કોંગ્રેસે પરંપરાગત ગઢ ગણાતી અમેઠી બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. માત્ર રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી વિજયી બન્યા હતા.

 વર્તમાન લોકસભા ચુંટણીમાં રાયબરેલી ઉપરાંત સહરાનપુર, અલ્હાબાદ, બારાબંકી, સીતાપુર અને અમેઠી બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતા ખૂબ નબળું રહયું છે  સૌથી નવાઇની વાત તો એ છે કે જે બેઠકમાં અયોધ્યા તીર્થનો સમાવેશ થાય છે તે ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લલ્લુસિંહને ૫૦ હજાર કરતા વધુ મતોથી સપાના ઉમેદવાર અવધેશસિંહે પરાજય આપ્યો હતો. 


Google NewsGoogle News