ભાજપને ભારે પડી 10 કરોડ સરકારી કર્મચારીઓની નારાજગી, આ એક મુદ્દાના કારણે લાગ્યો ઝટકો

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
ભાજપને ભારે પડી 10 કરોડ સરકારી કર્મચારીઓની નારાજગી, આ એક મુદ્દાના કારણે લાગ્યો ઝટકો 1 - image


Image Source: Twitter

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. આ પરિણામો ચોંકાવનારા અને ભાજપ માટે આઘાતજનક રહ્યા છે. દેશમાં 'જૂની પેન્શન' પર કોઈ ઠોસ નિર્ણય ન લેવો ભાજપને ભારે પડ્યો છે. નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણીમાં 10 કરોડ સરકારી કર્મચારીઓની નારાજગીએ ભાજપને મોટો ઝટકો  આપ્યો છે. બીજી તરફ જૂની પેન્શન પર સોફ્ટ કોર્નર પોલિસી ધરાવતા I.N.D.I.A. ગઠબંધનને સરકારી કર્મચારીઓનું સમર્થન મળ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, જેના પરિણામો પર NDAએ અને I.N.D.I.A. ગઠબંધનની નજર હતી, ત્યાંના સરકારી કર્મચારીઓએ ભાજપને નિરાશ કર્યા તો I.N.D.I.A. ગઠબંધનને બુસ્ટર આપ્યો. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અન્ય ઘણા રાજ્યોમાં પણ જૂની પેન્શનનો મુદ્દો મહત્વનો રહ્યો છે. ભલે કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સરકારને ઓપીએસ પર અંતિમ નિર્ણય લેવા માટે સમય આપી દીધો હતો પરંતુ તેમ છતાં કર્મચારીઓમાં નારાજગી રહી હતી. જ્યારે કેન્દ્ર દ્વારા વારંવાર એવું કહેવામાં આવ્યું કે, જૂનું પેન્શન નહીં મળશે. એનપીએસમાં સુધારા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ બાબત કર્મચારીઓને ખટકી રહી હતી. 

આ મુદ્દો અમારા મગજમાં છે, પીછેહટ નથી કરી રહ્યા

જૂની પેન્શનની પુનઃસ્થાપના માટે રચાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શનના સંયોજક શિવ ગોપાલ મિશ્રાએ લોકસભાની ચૂંટણી પહેલા કહ્યું હતું કે, જે પણ પાર્ટી 'જૂની પેન્શનની પુનઃસ્થાપના'ના મુદ્દાને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરશે તેને કર્મચારી અને તેની સાથે જોડાયેલા 10 કરોડ મત મળશે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં OPSનો સીધો સમાવેશ નહોતો કર્યો પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે વખતે કહ્યું હતું કે, આ મુદ્દો અમારા મગજમાં છે. અમે તેમાંથી પીછેહઠ નથી કરી રહ્યા. અમે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. બીજી તરફ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દે સોફ્ટ કોર્નર જાળવી રાખ્યું હતું. તેમણે OPS માટે ઈનકાર નહોતો કર્યો. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (NMOPS)ના અધ્યક્ષ વિજય બંધુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરીને તેમને પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં જૂની પેન્શનની પુનઃસ્થાપના અને ખાનગીકરણના અંતનો મુદ્દો સામેલ કરવા અપીલ કરી હતી. ત્યારબાદ વિજય બંધુએ પોતાની સંસ્થાની મદદથી OPSના મુદ્દે જોરદાર અવાજ ઉઠાવ્યો હતો.

33 દિવસ સુધી 18,000 કિલોમીટરની ઐતિહાસિક યાત્રા કરી હતી

બંધુએ વૃદ્ધાવસ્થાની લાકડી 'જૂની પેન્શન'ને પુનઃસ્થાપિત કરવા અને ખાનગીકરણને સમાપ્ત કરવા માટે ગત વર્ષે સતત 33 દિવસ સુધી 18,000 કિલોમીટરની ઐતિહાસિક યાત્રા કરી હતી. બંધુએ જણાવ્યું હતું કે, OPS પર નીકળેલી આ યાત્રા લોકોના સ્નેહ, સમર્પણ અને સંગઠનની શક્તિનો અદ્ભુત સંગમ હતો. લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેઓ સોશિયલ મીડિયા પર OPSનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, તમારી લોકસભામાં કોણ જીતી રહ્યું છે, OPS કે NPS. તેમણે 24 મેના રોજ તેમણે લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશની 52 લોકસભા બેઠકોના અનુભવના આધારે હું કહી શકું છું કે NPS હારી રહી છે અને OPS જીતી રહી છે. જ્યાં સુધી NPSની વિદાય નહીં ત્યાં સુધી કોઈ ઢીલ મૂકવામાં નહીં આવે. રેલીઓમાં કરોડો રૂપિયા ખર્ચવાના પૈસા છે, રોડ શોમાં અનેક ક્વિન્ટલ ફૂલોના પૈસા છે, ચૂંટણી વખતે સતત ઉડતા અનેક વિમાનો માટે પૈસા છે. માત્ર અર્ધલશ્કરી દળોમાં જૂની પેન્શન આપવા માટે પૈસા નથી. સેનામાં કાયમી ભરતી માટે પૈસા નથી. ખાલી જગ્યાઓ ભરવા માટે પૈસા નથી.

સરકારને આપી હતી દેશવ્યાપી હડતાળની નોટિસ

સ્ટાફ સાઈડ નેશનલ કાઉન્સિલ (JCM)ના સભ્ય અને ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF)ના જનરલ સેક્રેટરી સી. શ્રીકુમારે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં OPSનો મુદ્દો રહ્યો છે. આ મુદ્દાએ આંતરિક રીતે ઘણું કામ કર્યું છે. કર્મચારી સંગઠને કોંગ્રેસ પાર્ટી અને I.N.D.I.A. ગઠબંધનને માંગણીઓની યાદી સોંપી હતી. માંગણીઓમાં શસ્ત્ર ફેક્ટરીઓને તેમની પાછલી સ્થિતિમાં પરત લાવવા, NPS નાબૂદ અને OPS પુનઃસ્થાપિત કરવા, આઠમા પગાર પંચની રચનાની ગેરેંટી અને 18 મહિનાના ડીએના એરિયર આપવા વગેરે માગ સેમલ હતી.. તમને જણાવી દઈએ કે જૂની પેન્શનની પુનઃસ્થાપના માટે રચાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શન (NJCA)ની સ્ટિયરિંગ કમિટીએ અગાઉ અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી હતી. 19મી માર્ચે કર્મચારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારને દેશવ્યાપી હડતાળની નોટિસ આપવાની હતી. આ પછી 1લી મેથી હડતાળ પર જવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં સરકારે કહ્યું કે સમિતિનો રિપોર્ટ હજુ આવ્યો નથી. આ માટે સરકારને થોડો સમય જોઈએ છે. જેના કારણે કામદારોએ તેમની હડતાળ પાછી ખેંચી હતી. 


Google NewsGoogle News