કેજરીવાલને મોટી રાહત, મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

અગાઉ કેજરીવાલે જેલમાંથી જ બે મહત્ત્વના હુકમો તો જાહેર કરી જ દીધા હતા

ઈડીએ અરવિંદ કેજરીવાલની 21મી માર્ચે ધરપકડ કરી હતી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
કેજરીવાલને મોટી રાહત, મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી 1 - image


Arvind Kejriwal Hearing : દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ એક રાજકીય મામલો છે અને તેમાં ન્યાયિક દખલની જરૂર નથી. આ કાર્યપાલિકા હસ્તકનો મામલો છે. અમે તેની ન્યાયિક સમીક્ષા ન કરી શકીએ. દિલ્હી હાઈકોર્ટે આ સાથે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી દીધી હતી. 

અગાઉ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી

ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી જેમાં ઈડી દ્વારા ધરપકડ અને ઈડીના રિમાંડને પડકારવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કેજરીવાલની દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ તેમને 6 દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

અગાઉ કેજરીવાલે જેલમાંથી જ બે મહત્ત્વની હુકમો જાહેર કર્યા હતા

અગાઉ કેજરીવાલે જેલમાંથી જ બે મહત્ત્વના હુકમો તો જાહેર કરી જ દીધા હતા, પરંતુ લેફટેનન્ટ ગવર્નર વી.કે. સકસેનાએ તેનો અમલ અટકાવી દીધો હતો. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જેલમાંથી સરકાર ચલાવી જ ન શકાય. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારની એકસાઈઝ પોલીસી અને તે ઉપરાંત મનીલોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરે તા. 21મી માર્ચે ધરપકડ કરી હતી. તે પછી અહીંની કોર્ટે તેઓની ઉક્ત એજન્સીની કસ્ટડીમાં પૂછપરછ અંગે 28 માર્ચ સુધી મોકલી દીધા હતા.

કેજરીવાલને મોટી રાહત, મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી 2 - image


Google NewsGoogle News