Get The App

સ્પીકર ઓમ બિરલાની પુત્રીના માનહાનિ કેસમાં HCનો મોટો નિર્ણય, ગૂગલ અને Xને આપ્યો આ આદેશ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
Om Birla And Anjali Birla


Anjali Birla Defamation Case : ઈન્ડિયન રેલવે પર્સનલ સર્વિસના અધિકારી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla)ની પુત્રી અંજલી બિરલાએ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)નો દરવાજો ખખડાવ્યો છે. અંજલી બિરલા પર કરવામાં આવી રહેલા વિવાદિત દાવા પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. કોર્ટે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને હટાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ગૂગલ (Google) અને એક્સને 24 કલાકની અંદર વિવાદિત પોસ્ટને હટાવવા માટે કહ્યું છે. અંજલિએ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા તે દાવાને પડકાર આપ્યો છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પિતાના પ્રભાવના કારણે તેમણે યુપીએસસી પરીક્ષા પાસ કરી.

સામગ્રી યોગ્ય વેરિફિકેશન વિના પોસ્ટ કરાઈ : હાઈકોર્ટ

જસ્ટિસ નવીન ચાવલાની સામે વરિષ્ઠ વકીલ રાજીવ નાગરે મુદ્દાને ઉઠાવ્યો. જસ્ટિસ ચાવલાએ ત્વરિત સુનાવણી કરતાં આ આદેશ પાસ કર્યો. જસ્ટિસ ચાવલાએ કહ્યું કે કથિત સામગ્રીને યોગ્ય વેરિફિકેશન વિના પોસ્ટ કરવામાં આવી છે અને ભાષા પણ યોગ્ય નથી. અંજલિએ અરજીમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલી પોસ્ટ અપમાનજનક અને ખોટી છે.

આ પણ વાંચો : મોદી સરકારનું બજેટ કૉપી-પેસ્ટ? આ જાહેરાતો તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં હતી

પિતા ઓમ બિરલાના પ્રભાવશાળી પદના કારણે અંજલિ IAS બની?

ઓમ બિરલાની બીજી વખત લોકસભા સ્પીકર તરીકે પસંદગી થવી અને નીટ યુજી પેપર લીક વિવાદની વચ્ચે સોશિયલ મીડિયા પર અમુક એવી પોસ્ટ કરવામાં આવી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અંજલિ બિરલા પોતાના પિતાના પ્રભાવશાળી પદના કારણે IAS અધિકારી બની ગઈ. દાવો કરવામાં આવ્યો કે અંજલિ પ્રોફેશનથી મોડલ છે અને પિતાના કારણે તે પહેલા જ પ્રયત્નમાં યુપીએસસી પરીક્ષામાં સફળ થઈ ગઈ.

અંજલિએ સોશિયલ મીડિયા પરના દાવાઓ ફગાવ્યા

જોકે, અંજલિએ દાવાઓને ફગાવતાં કહ્યું કે આ સોશિયલ મીડિયા હેન્ડલ પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ ચલાવવામાં આવી રહ્યાં છે. અંજલિએ તેમને અને તેમના પિતાને બદનામ કરવાના પ્રયત્નનો આરોપ લગાવ્યો. બિરલાએ એક્સ, ગૂગલને પણ પાર્ટી બનાવી છે. તેમણે 16 એક્સ એકાઉન્ટ્સની વિગત પણ આપી છે જેની પર વિવાદિત પોસ્ટ કરવામાં આવી છે. જેમાં યુટ્યૂબર ધ્રુવ રાઠીનું પેરોડી એકાઉન્ટ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અંજલિ આઈએએસ અધિકારી છે જ્યારે હકીકતમાં તેઓ આઈઆરપીએસ અધિકારી છે. તેમણે 2019માં UPSC ની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો : શું મોદી સરકારના બજેટથી નીતિશ કુમાર ખુશ છે? જાણો બજેટ અંગે શું આપ્યો પ્રતિભાવ


Google NewsGoogle News