'ગાય જોર-જોરથી અવાજ કરવા લાગી નહીંતર હું પણ...', વાયનાડમાં બચી ગયેલ યુવકે વર્ણવી આખી દુર્ઘટના
Image: Facebook
Chooralmala Landslide: ધરાશાયી ઈમારતો, કીચડથી ભરેલા મોટા-મોટા ખાડા અને આમ-તેમ વિખરાયેલા વિશાળકાય પથ્થર. કેરળના વાયનાડ સ્થિત મુંડક્કઈ જંક્શન અને તેના નજીકના શહેર ચૂરલમાલામાં બુધવારે સવારે ચારેબાજુ આ દ્રશ્ય જોવા મળ્યું. વ્યાપેલી તબાહીએ આને ભૂતિયા શહેરમાં બદલી દીધું છે. પોતાના કુદરતી સૌંદર્ય અને સુંદર ઝરણા માટે ફેમસ ચૂરલમાલા એક મનપસંદ પર્યટન સ્થળ હતું. ચૂરલમાલામાં સૂચિપારા ઝરણું, વેલ્લોલિપ્પારા અને સીતા સરોવર એવા સ્થળ હતાં જ્યાં લોકો ઘણી વખત રજાઓ ગાળવા આવતાં હતાં પરંતુ આજે ત્યાં શોક વ્યાપેલો છે. મંગળવારે રાત્રે મચેલી તબાહીને યાદ કરીને જીવિત લોકો કાંપી ઉઠે છે.
ગાયના કારણે જીવિત બચ્યાં
ચૂરલમાલા ગામના આયુર્વેદિક ડોક્ટર વિનોદ એને જણાવ્યું કે અમે ગાઢ ઊંઘમાં હતાં. ત્યારે મારી ગાય જોર-જોરથી અવાજ કરવા લાગી. હું માત્ર તેના કારણે જીવિત છું. નહીંતર મારું મૃત્યું થઈ જાત. ડોક્ટર વિનોદ એનએ જણાવ્યું કે હું જીવિત રહેવા બદલ ભાગ્યશાળી છું. 29 વર્ષીય વિનોદ અને તેમની માતા ગૌરમ્મા કર્ણાટકના ચામરાજનગર જિલ્લાથી છે. બંને તે લોકોમાં સામેલ છે જે ભૂસ્ખલનની ચપેટમાં આવવાથી બચી ગયાં.
સમગ્ર ગામ પાણીમાં ડૂબ્યું
વિનોદે જણાવ્યું કે વરસાદ પડી રહ્યો હતો અને અમે હંમેશાની જેમ સૂઈ રહ્યાં હતાં. રાત્રે લગભગ 1 વાગે અમારી ગાય જોર-જોરથી અવાજ કરવા લાગી. અમે ચિંતિત હતાં એટલે મારી માતા ગૌરમ્મા અને હું તેને શેડમાં જોવા ગયાં. પરંતુ અમે જોયું કે શેડ અને સંપૂર્ણ ગામ પાણીમાં ડૂબી ગયું હતું. તેમણે કહ્યું કે મે મારા ત્રણ સંબંધીઓ અને પોતાની ગલીના 10 અન્ય લોકોને જગાડ્યા અને અમે હોસ્પિટલ તરફ ભાગ્યાં. અમને આશ્ચર્ય થયું કે હોસ્પિટલ પણ પાણીમાં ડૂબી ગયું હતું. તેમ છતાં અમે તાત્કાલિક એક પહાડ તરફ જતાં રહ્યાં કેમ કે અમે બીજી તરફ ભૂસ્ખલન જોયું. અમે પોતાનો જીવ હથેળીમાં લઈને ચાલી રહ્યાં હતાં.
સવારે મદદ મળી
વિનોદે કહ્યું કે અમે સવાર સુધી મદદની રાહ જોઈ અને 10 કલાક બાદ અમને બચાવ કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા. તેમણે કહ્યું કે મારા લગ્ન પ્રવિધા સાથે થયાં છે, જે ચામરાજનગર જિલ્લાની જ રહેવાસી છે. તે અને મારું બે મહિનાનું બાળક મેપ્પાડીમાં હતાં, જ્યાં ભૂસ્ખલન થયું હતું. પ્રવિધાને વિનોદનો ફોન આવ્યો હતો જેમાં તેમને ઝડપથી શહેર છોડવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રવિધાને વિનોદે જણાવ્યું કે ત્યાં ખૂબ મોટો વિનાશ થયો હતો. પ્રવિધાને તેના પિતરાઈ ભાઈ ચામરાજનગર લઈ ગયાં.
જીવ બચાવવા 2-3 કિલોમીટર ભાગ્યા
તેમણે જણાવ્યું કે અમે 2-3 કિલોમીટર સુધી પહાડો પર કોઈ પણ આશા વિના ભાગતાં રહ્યાં. અમારી આસપાસ ઘણા અન્ય ભૂસ્ખલન થયાં અને મને વિશ્વાસ નથી થતો કે હું આજે જીવિત છું. તેમણે કહ્યું કે પછી મને મારી ગાયની યાદ આવી. મે પાછા જવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધી મારું ઘર, ગાય અને બાકી બધું જ વહી ચૂક્યું હતું.
પોતાના માણસોને શોધવા માટે ગામ પાછા ફર્યાં
મૃતકોની સંખ્યા વધવા અને ઘણા લોકોનું હજુ પણ લાપતા થયા બાદ વિનોદ સ્વયંસેવક તરીકે ગામ પાછા ફર્યાં છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં હું પોતાનું ગામ કેવી રીતે છોડી શકું છું. એ વાતનો કોઈ પુરાવો નથી કે ચૂરલમાલા ત્યાં હાજર હતું. મારા ઘણા મિત્ર અને પરિવાર જે લોકો સાથે હું દરરોજ વાતચીત કરતો હતો, તે લાપતા છે. એક 16 દિવસનું બાળક લાપતા છે. મૃતકોના અંગોને એકત્ર થતાં જોઈને હૃદય દ્રવી ઉઠે છે. મારા ગામ અને આસપાસના વિસ્તારોથી 300થી વધુ લોકો હજુ પણ લાપતા છે. હુ તેમને બચાવવાની સંપૂર્ણ પ્રયત્ન કરીશ. મંગળવારની સવારે મૂશળધાર વરસાદ બાદ વાયનાડના ઘણા ગામોમાં ભારે ભૂસ્ખલન થયું. જેમાં 167 થી વધુ લોકોના મોત નીપજ્યાં અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.