Get The App

દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે 2024ના અંત સુધીમાં થઈ જશે તૈયાર, ગુજરાતના બે મોટા શહેરને પણ થશે ફાયદો

દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ છે

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે 2024ના અંત સુધીમાં થઈ જશે તૈયાર, ગુજરાતના બે મોટા શહેરને પણ થશે ફાયદો 1 - image

Delhi Mumbai Expressway: દેશમાં એક્સપ્રેસ-વે બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ 1350 કિલોમીટરના દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનું પણ કામ ચાલી રહ્યું છે, જે 2024ના અંત સુધીમાં પૂરું થઈ જશે. આ એક્સપ્રેસ વે ગુજરાત સહિત દેશના છ રાજ્યોમાંથી પસાર થશે. ગુજરાતમાંથી પસાર થનારા 426 કિ.મી. લાંબા આ એક્સપ્રેસ-વેથી વડોદરા અને સુરત શહેરને પણ ફાયદો થશે. ઓક્ટોબર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક્સપ્રેસ-વેના વડોદરા-મુંબઈ ટ્રેન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ

ભારતનો અત્યાર સુધીનો સૌથી બાંબો દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ છે અને તેના પર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ દેશનો સૌથી લાંબો અને વ્યસ્ત એક્સપ્રેસ-વે હશે. તેની લંબાઈ 1,350 કિમી હશે. જાન્યુઆરી 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ ટ્રેન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની વિશેષતા

•દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ છે અને તેની કુલ લંબાઈ 1,350 કિમી છે.આ એક્સપ્રેસ-વે કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરતને જોડશે.

•એક્સપ્રેસ-વે પર 30 લેન ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે વાહનો પસાર કરતી વખતે રાહ જોવાનો સમય 10 સેકન્ડથી ઓછો રહેશે. આ એક્સપ્રેસ-વે પર મુસાફરોની સુવિધા માટે કાર પાર્કિંગ. જેમાં ફ્યુઅલ પંપ, રેસ્ટોરન્ટ, સર્વિસ એરિયા, ટોયલેટ, બાળકોના પ્લે એરિયાની વ્યવસ્થા હશે.

•આ ભારતનો પહેલો એક્સપ્રેસ-વે હશે જેમાં 2.5 કિ.મી વન્યજીવ ક્રોસિંગ હશે. આ પ્રોજેક્ટને કુલ 52 પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેની લંબાઈ 8 કિ.મીથી 46 કિ.મી સુધીની છે.

એક્સપ્રેસ-વેની લંબાઈ

રાજ્ય

લંબાઈ

દિલ્હી NCR

12 કિ.મી

હરિયાણા

126 કિ.મી

રાજસ્થાન

373 કિ.મી

મધ્ય પ્રદેશ

244 કિ.મી

ગુજરાત

426 કિ.મી

મહારાષ્ટ્ર

171 કિ.મી

આ એક્સપ્રેસ-વે છ રાજ્યોને જોડશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે છ રાજ્યોમાંથી પસાર થશે. જેમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ-વે ગુડગાંવથી શરૂ થશે અને રાજસ્થાનના જયપુર અને સવાઈ માધોપુર, મધ્યપ્રદેશના રતલામ અને ગુજરાતના વડોદરા થઈને મુંબઈ પહોંચશે.


Google NewsGoogle News