Get The App

ડોલો-650 બનાવતી કંપનીએ ડોક્ટરોને રૂ. 1000 કરોડથી વધુની ભેટ આપી

Updated: Jul 13th, 2022


Google NewsGoogle News
ડોલો-650 બનાવતી કંપનીએ ડોક્ટરોને રૂ. 1000 કરોડથી વધુની ભેટ આપી 1 - image


- આઇટીના દરોડાના એક સપ્તાહ પછી સીબીડીટીનો આરોપ

- પોતાની દવાઓનું વેચાણ વધારવા માઇક્રો લેબ્સ પ્રા. લિ.એ ડોક્ટરોને પ્રવાસ ખર્ચ પણ ચુકવ્યો હતો 

નવી દિલ્હી : આવકવેરા વિભાગની ઉચ્ચ સંસ્થા સીબીડીટીએ ડોલો-૬૫૦ દવા બનાવતી કંપની પર પોતેાની દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરો અને મેડિકલ પ્રેક્ટિસનરોને રૂ. ૧૦૦૦ કરોડથી વધુની ભેટ આપવા સહિતની અનૈતિક પ્રવૃત્તિઓ આચરવાનો આરોપ મૂક્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૬ જુલાઇના રોજ આવકવેરા વિભાગે ડોલો-૬૫૦ દવા બનાવતી  બેંગાલુરુ સ્થિત માઇક્રો લેબ્સ લિમિટેડના ૯ રાજ્યોના કુલ ૩૬ પરિસરોમાં દરોડા પાડયા હતાં. 

દરોડાની આ કાર્યવાહી પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવકવેરા વિભાગે ૧.૨૦ કરોડ રૂપિયાના બેહિસાબી રોકડ અને ૧.૪૦ કરોડ રૂપિયાનું સોનું અને હીરા પણ જપ્ત કર્યા હતાં.

આવકવેરા વિભાગની આ કાર્યવાહી અંગે માઇક્રો લેબ્સ લિમિટેડ દ્વારા કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.

સીબીડીટીએ આરોપ મૂક્યો છે કે માઇક્રો લેબ્સ પ્રાઇવેટ લિમિટેડે પોતાની દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરો અને મેડિકલ ડોક્ટરોને અનેક વસ્તુઓ મફતમાં આપી હતી. જેમાં પ્રવાસ ખર્ચ અને  અનેક મોંઘી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી.

સીબીડીટી દ્વારા કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપની માઇક્રો લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ જ છે.


Google NewsGoogle News