શિવાજીની મૂર્તિ તૂટવાનો મામલો- હું મહારાષ્ટ્રના ૧૩ કરોડ લોકોની માફી માંગુ છું
૪૫ કિમીની ઝડપ પવન ફુંકાવાની સાથે જ ૩૫ ફૂટ ઉંચી મૂર્તિ તુટી હતી
શિવાજી મહારાજની મૂર્તિ તુટવીએ રાજયના શિવપ્રેમીઓ માટે દુખની વાત
મુંબઇ,૨૮ ઓગસ્ટ,૨૦૨૪,બુધવાર
મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૫ ફૂટની મુર્તિ તુટી જતા સનસનાટી મચી ગઇ છે. ૪૫ કિમીની ઝડપ પવન ફુંકાવાની સાથે જ બે દિવસ પહેલા મુર્તિ જમીન દોસ્ત થઇ હતી. વિપક્ષ દ્વારા મહારાષ્ટ્ર સરકારની ટીકા કરવામાં આવી છે આને લઇને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારે મહારાષ્ટ્રના ૧૩ કરોડ લોકોની માફી માંગી છે.
ઉપ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજ આપણા દેવતા છે અને એક વર્ષની અંદર મૂર્તિ તૂટવીએ ખૂબ મોટો આઘાત છે. મુર્તિ તુટવા માટે જેટલા પણ જવાબદાર હશે તેમની તપાસ કરવામાં આવશે. અધિકારીઓ હોય કે કોન્ટ્રાકટર કાર્યવાહી કરવામાં આવશે.
શિવાજી મહારાજની મૂર્તિ તુટવીએ રાજયના શિવપ્રેમીઓ માટે દુખની વાત છે. આ ઘટના અંગે મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર કોઇ જ રાજનીતિ કરવાની અપીલ કરી હતી. ભારતીય નેવીએ આ ઘટનાને ખૂબજ ગંભીરતાથી લીધી છે અને એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે.