Get The App

મહાપંચાયતમાં સામેલ થવા જતી બસ પલટી, પંજાબની ત્રણ મહિલા ખેડૂતોના કમકમાટીભર્યા મોત

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
મહાપંચાયતમાં સામેલ થવા જતી બસ પલટી, પંજાબની ત્રણ મહિલા ખેડૂતોના કમકમાટીભર્યા મોત 1 - image


Image: Facebook

Bus Accident in Punjab: પંજાબના બારનાલા જિલ્લામાં શનિવારે એક બસ દુર્ઘટનામાં ત્રણ મહિલા ખેડૂતના મોત થઈ ગયા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા. આ મહિલાઓ ભારતીય ખેડૂત યુનિયન (BKU) એકતા સાથે જોડાયેલા હતા અને હરિયાણાના ટોહણામાં થનારી ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. દુર્ઘટનાના સમયે મહિલાઓ અને અન્ય કાર્યકર્તા બસથી મુસાફરી કરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ખેડૂત મહાપંચાયત ભારતીય ખેડૂત યુનિયન (SKM) દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કાશ્મીરના બાંદીપોરામાં સૈન્ય જવાનોથી ભરેલી ટ્રક ખીણમાં ખાબકી, 4 જવાન શહીદ, 3 ઘાયલ

સંયુક્ત ખેડૂત મોર્ચા (બિન રાજકીય) અને ખેડૂત મજબૂર મોર્ચા (કેએમએમ) ના બેનર હેઠળ ખેડૂત દિલ્હી કૂચથી રોકાયા બાદ 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણાની વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર બેસેલા છે. વરિષ્ઠ ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ 26 નવેમ્બરથી ખનૌરી બોર્ડર પર ઉપવાસ પર છે જેથી ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર પાક માટે લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) ની કાયદેસર ગેરંટી સહિત ખેડૂતોની માગોનો સ્વીકાર કરવાનું દબાણ બનાવી શકાય.

સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2024માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ નવાબ સિંહની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી.


Google NewsGoogle News