Get The App

ખાલુબાર યુદ્ધ, જેણે પલટી નાખી કારગીલ યુદ્ધની સમગ્ર બાજી

Updated: Jul 6th, 2022


Google NewsGoogle News
ખાલુબાર યુદ્ધ, જેણે પલટી નાખી કારગીલ યુદ્ધની સમગ્ર બાજી 1 - image


- ઉંચાઈએ રહેલા પાક. સૈનિકો ફાયરિંગ કરતા હતા : મોર્ટાર અને તોપગોળા છોડતા હતા છતાં જવાનો ધારદાર પર્વતો ચઢી વિજયી થયા

નવી દિલ્હી : ખાલુબાર યુદ્ધ એક એવો સમય હતો કે જેમાં ભારતીય જવાનોએ તેમનું અપ્રતીમ શૌર્ય અને યુદ્ધ-ક્ષમતા સિદ્ધ કરી આપ્યા. આ વિસ્તાર તેમજ સમગ્ર કાશ્મીર ખીણપ્રદેશમાં પર્વતો સીધી કરાડો જેવા છે. વિશેષત: ખાલુબારના પર્વતો તો બ્લેડની ધાર જેવા 'તીખા' છે. ત્યારે ઉંચાઈ ઉપર રહેલા પાક. સૈનિકો ઉપરથી ફાયરિંગ કરી રહ્યા હતા. મોર્ટાર અને તોપના ગોળા વરસાવતા હતા તેની વચ્ચે ભારતીય જવાનોએ કરાડો ચઢી પાકિસ્તાનીઓને ઠાર માર્યા તેમના બંકરો ગ્રેનેડ્ઝથી ઉડાડી દીધા તે દિવસ હતો ૬ જુલાઈ, ૧૯૯૯નો. કારગીલ યુદ્ધના પ્રારંભના દિવસોની આ વાત છે.

આ યુદ્ધ ખાલુબાર રીજ ઉપર લડાયું હતું. આ રીજ (પર્વતમાળા) LACમાં ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલી છે. તે વિસ્તારમાં 'તીખી' વર્ટિકલ ક્લિકસ છે. બ્લેડ જેવા ધારદાર પથ્થરો છે પરંતુ તે ઉંચાઈએથી નીચેનું મેદાન સ્પષ્ટ દેખાય છે.

આ જવાનોના માત્ર પાકિસ્તાનીઓ જ શત્રુ ન હતા પરંતુ એક તો પૂરા સામાન સાથે ઉપર ચઢવું, મોસમમાં આવતા અચાનક ફેરફારો અને શત્રુ તરીકે કામ કરતી અસહ્ય ઠંડી ત્યાં ઉષ્ણાતામાન તો શૂન્યની નીચે જ હતું. આમ છતાં ખાલુબાર જીતવું તે જ અનિવાર્ય હતું કારણ કે તેની પાછળ LAC પસાર થતી હતી ત્યાં પાક. સેનાનું નાનું હેલિપેડ (હેલિકોપ્ટર માટેનું ઉતરાણ સ્થળ) જ્યાંથી તો પાકિસ્તાની સૈનિકોને બધો સામાન પહોંચાડવામાં આવતો હતો. આ પાકિસ્તાની શત્રુઓનું 'સંરક્ષણ હબ' હતું. બટાલિક સેક્ટરમાં રહેલી ખાલુબાર પર્વતમાળાની પાછળ જ પાકિસ્તાની પોસ્ટ હતી ત્યાં શસ્ત્રોનો મોટો જથ્થો રખાયો હતો જે તેના સૈનિકોને પહોંચાડાતો હતો. એટલા માટે જ કેપ્ટન મનોજ પાંડેને તે પર્વતો પર કબ્જો કરવા મોકલવામાં આવ્યા હતા.

૨જી જુલાઈ ૧૯૯૯ના દિવસે કેપ્ટન પાંડે અને તેમના યુનિટ વન ઇલેવન ગોરખા રાયફલ્સને ખાલુબારમાંથી દુશ્મનની પોઝીશન ક્લિયર કરવા હુકમ અપાયો ત્યારે યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ લલિત રાય પોતે જ જવાનોની આગળ રહી તેમને દોરી રહ્યા હતા જ્રે મનોજપાંડેના પ્લેટુને ખાલુબારના શિખરો બાયપાસ કરી પાછળથી હુમલો કર્યો જેથી પાકિસ્તાની સેનાની કમર તૂટી ગઈ અહીં ખૂંખાર યુદ્ધ થયું હતું પરંતુ હજી ૪૦૦ મીટર દૂર રહેલા શિખરને કબજે કરવાનું બાકી હતું. કર્નલ રાય અને કેપ્ટન પાંડેએ ખૂબ વિચારપૂર્વક આખી રણનીતિ તૈયાર કરી હતી.

પાકિસ્તાનીઓ પણ જાણતા હતા કે જો ખાલુબાર પર્વતમાળા તેમના (ભારતના) હાથમાં જશે તો ખેલ ખતમ છે તેથી તેમણે પણ સામે પ્રચંડ ગોળીબારી શરૂ કરી ટુ ઇંચ મોર્ટાર અને તોપગોળા સરખાવવા શરૂ કર્યા ૧૬,૭૦૦ ફીટ ઉપર ગોરખા રેજીમેન્ટના ૬૦ જવાનો અને કર્નલ રાયના ૨૦ જવાનોએ બે પાંખીયા હુમલો શરૂ કર્યો. પાકિસ્તાની સેના અઢળક શસ્ત્ર સરંજામ છતાં પરાસ્ત થઈ.કર્નલ રાયને જાંઘમાં ગોળી વાગી હતી છતાં ટુકડીનું નેતૃત્વ કર્યું પરંતુ મનોજ પાંડેની તો હેલ્મેટ ચીરી ત્રણ ત્રણ ગોળીઓ માથામાં વાગી તેઓ જતા જતા નેપાળીમાં કહ્યું 'ન છોડૂ નું' તેમની શહીદીએ સેનાનો જુસ્સો વધારી દીધો અને આ મુઠ્ઠીભર સૈનિકોએ પાકિસ્તાનીઓને વીણી વીણીને મારવા લાગ્યા તેઓ ત્યાંથી બીજા પર્વતો તરફ ભાગી છૂટયા છે.

આ છે ખાલુબાર યુદ્ધ અને તેના વીરોની કહાની આ યુદ્ધે કારગીલ યુદ્ધની બાજી પલટાવી નાખી દુર્ભાગ્યે અમેરિકાના દબાણથી આપણે હાથમાં આવેલ બાજી છોડી દેવી પડી યુદ્ધ વિરામ થયો, પાકની આબરૂના ધજાગરા થયા.


Google NewsGoogle News